બંધારણમાં કોઈને વાઘ કે શ્વાનના રૂપમાં નથી ગણાવ્યા : ઓવૈસી

0
27

હૈદરાબાદ,તા.૯
સંઘના પ્રમખ મોહન ભાગવતના શેર-કુત્તે વાળા નિવેદન પર રાજકીય વાતાવારણ ગરમાયુ છે. અમેરિકામાં વિશ્વ હિન્દુ કોંગ્રેસમાં સંઘ પ્રમુખ મોહન ભાગવતે શેર અને કુત્તે વાળુ નિવદેન આપ્યું જે તેમને ભારે પડયું. પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી અને ભારીપ બહુજન મહાસંઘના નેતા પ્રકાશ આંબેડકરે ભાગવતના આ નિવેદન પર મોટી આપત્તિ જણાવી હતી.
ઓવૈસી અને આંબેડકરે આરોપ લગાવ્યો છે કે, ભાગતવના આ નિવેદનમાં શેરનો અર્થ સંઘ અને કુત્તેનો અર્થ વિપક્ષ પાર્ટીઓ સાથે છે. ઓવૈસીએ જણાવ્યું કે, ભારતના બંધારણમાં તમામને વ્યક્તિના રૂપમાં ગણવામાં આવ્યા છે. બંધારણમાં કોઈને વાઘ કે શ્વાસનના રૂપમાં નથી ગણાવ્યા.
સંઘની આ જ મુશ્કેલી છે. સંઘ ભારતના બંધારણને નથી માનતુ. સંઘની વિચારધારા જ આવી છે. જેમાં તે પોતાને વાઘ અને અન્ય લોકોને શ્વાન સમજે છે. તેઓ પોતાને શક્તિશાળી અને અન્યને નબળા સમજે છે. પરંતુ આપણા બંધારણમાં તમામને સરખા ગણવામાં આવ્યા છે.
ઓવૈસીએ કહ્યું કે, તેઓને ભાગવતના આ પ્રકારના નિવેદનથી જરા પણ આશ્ચર્ય થયું નથી. કારણ કે, ઇજીજી છેલ્લા ૯૦ વર્ષથી આ પ્રકારની ભાષાનો ઉપયોગ કરતી આવે છે. દેશની જનતા તેમને આ નિવેદનનો જવાબ આપશે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY