ભાવનગર,તા.૧૭
શિહોરની એકતા સોસાયટીમાં રહેતા દલિત યુવાન ગીરીશભાઈ જીવરાજભાઈ બારૈયાએ (ઉ. વ. ૪૦) ગઇકાલે સાંજના આશરે સડાપાંચ કલાકની આસપાસ દરમિયાન સિહોર પોલીસ મથકમાં જ પેટ્રોલ છાંટીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેમનું કાલે મોડી રાતે હોસ્પિતલ મા મોત નીપજ્યું છે.
ભોગગ્રસ્ત યુવાનને પ્રાથમિક પૂછપરછ દરમિયાન કહ્યુ હતું ક, ‘શિહોરના કુખ્યાત બુટલેગર જયેશ ભાણજીના બે દિવસ પૂર્વે ઝડપાયેલ વિદેશી દારૂના જથ્થાની બાતમી પોલીસને આપી હતી. જેના કારણે તેને અવારનવાર ધમકી મળી રહી હતી. આ ધમકીઓથી કંટાળીને યુવાને પોલીસ મથકમાં જ આત્મઘાતનો પ્રયાસ કર્યો હતો.’
આ યુવાનને પોલીસ સ્ટાફ શિહોર દ્વારા સરકારી હોસ્પિતલ માં અને ત્યાંથી ગંભીર હાલતને કારણે સર ટી.હોસ્પિતલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
આ ઘટના થતાની સાથે જ સિહોર ખાતે વલભીપુર સહિતનો પોલીસ કાફલો દોડી ગયો હતો અને બંદોબસ્ત ગોઠવી દીધો હતો. જ્યારે યુવાનને ભાવનગર સારવાર અર્થે ખસેડતાં એસ.ટી લોકલ ક્રાઈમ બ્રાન્ચ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપનો સ્ટાફ પણ તહેનાત કરી દેવામાં આવ્યો હતો.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




