ઘણા દુકાનદારો ૩૦૦ થી ૩૫૦ ભુતિયા કાર્ડ રાખી બોગસ ફીંગર પ્રીન્ટથી વહીવટ કરતા હોવાની શંકા
બોટાદ જીલ્લાના રાણપુર અને રાણપુર તાલુકામાં રેશનીંગની દુકાનોમાંથી સરકારમાંથી ગરીબોને આપવામાં આવતો જથ્થો દુકાનોમાં વગે થતો હોવાનુ ધ્યાનમાં આવેલ છે.
જાણવા મળ્યા મુજબ રાણપુરમાં ૧૦ તારીખ પછી રેશનનો પુરવઠો વહેચવામાં આવે છે સોમવારે રજા રાખવામાં આવે છે અને ૨૫ તારીખ છેલ્લી તારીખ ગણી પુરવઠો વેચવાનુ બંધ કરી દેવામાં આવે છે ઘણા દુકાનદારો ૩૦૦ થી ૩૫૦ રેશનકાર્ડ ના બોગસ ફીંગર પ્રીન્ટ આપી પુરવઠો વગે કરી લે છે ઘણા વેપારીઓ ખુલ્લેઆમ આ રેશનની વસ્તુઓ વેચતા જોઈ શકાય છે રાણપુર તાલુકાના અમુક ગામડાઓમાં ફક્ત બે દીવસ જ વેચાણ કરવામાં આવે છે અને અપુરતો જથ્થો આપવામાં આવે છે સંચાલકોની દાદાગીરી ને કારણે લોકો ફરીયાદ કરતા ડરે છે લોકોમાંથી જાણવા મળ્યા મુજબ દરેક દુકાન દીઠ ૧૫૦૦ રૂપિયાનો હપ્તો બાંધેલો હોવાનુ જાણવા મળેલ છે અને બીજા લોકોના જણાવ્યા મુજબ એક કાર્ડ દીઠ ૨ નો હપ્તો પુરવઠા અધિકારીઓને પહોચતો હોવાનુ જાણવા મળેલ છે ગરીબ લોકોનો પુરવઠો ન્યાયી રીતે તેમને જ મળે તે જોવા લોકોની લાગણી અને માગણી છે
રિપોર્ટર-વિપુલ લુહાર,રાણપુર
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



