કેવડિયા,તા.૨૨
કેવડીયા ખાતે આવેલી સરદાર વલ્લભભાઇ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીને વર્લ્ડ આર્કિટેક્ચર ન્યુઝ એવોર્ડ ૨૦૧૯ની મિક્સડ્ કેટેગરીમાં સ્થાન મળ્યું છે.
જેની સત્તાવાર જાહેરાત વર્લ્ડ આર્કિટેક્ચરની વેબસાઇટ પરથી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ૩૧મી ઓક્ટોબર ૨૦૧૮ના રોજ આ પ્રતિમા ખુલ્લી મુકવામાં આવી હતી.
નર્મદા જિલ્લામાં કેવડીયા સરદાર સરોવર ડેમ નજીક સાધુ ટેકરી ખાતે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટી બનાવવામાં આવી છે. ૧૮૨ મિટર ઊંચી સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાની સંપૂર્ણ ડિઝાઇન અને બનાવટનું કામ એલએન્ડટી કંપની દ્વારા કરવામાં આવ્યું છે.
તેમજ હાલ મેન્ટેનન્સની જવાબદારી પણ તે જ કંપની નિભાવી રહી છે. જેનું લોકાપર્ણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તા. ૩૧મી ઓક્ટોબર ૨૦૧૮ના રોજ કરવામાં આવી હતી. જે પ્રતિમાને વિશ્વ ફલક પર નામના પ્રાપ્ત થઇ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




