રાજનાથ સિંહે #મીટુ અભિયાનના બહાને કોંગ્રેસની હાંસી ઉડાવી

0
29

ન્યુ દિલ્હી,તા.૨૭
હાલ દેશમાં મહિલાઓ સેલિબ્રિટીઓ પોતાના પર થયેલા શારીરિક શોષણ અને અત્યાચારોને વાચા આપતું #મીટુ અભિયાન ચલાવી રહી છે. હવે કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહે ઈંમીટુ અભિયાનનો ઉલ્લેખ કરીને કોંગ્રેસની આકરી ટીકા કરી છે.
રાજનાથ સિંહે કોંગ્રેસમાં શામેલ થનારા નેતાઓ પર પણ નિશાન તાક્યું હતું. તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસ સાથે જે કોઈ પણ ગયું, તેને દુનિયાની કોઈ જ તાકાત બચાવી શકી નથી.
રાજનાથ સિંહે આ ટોણોં રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીના નેતા તારિક અનવરે રાહુલ ગાંધી સાથે મુલાકાત કર્યા બાદ કોંગ્રેસમાં શામેલ થવા પર માર્યો હતો. કટિહારથી સાંસદ અનવરે તાજેતરમાં જ એનસીપી અધ્યક્ષ શરદ પવાર સાથેના મતભેદો બાર પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું.
તેલાંગાણામાં વિધાનસભાની ચૂંટણી યોજાવવાની છે. જેને ધ્યાનમાં રાખીને હૈદરાબાદમાં ભાજપના દિગ્ગજ નેતા અને કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહે એક રેલીને સંબોધી હતી. તે દરમિયાન તેમણે #મીટુ મુદ્દો ઉઠાવ્યો હતો અને કોંગ્રેસની હાંસી ઉડાવતા આકરા પ્રહારો પણ કર્યા હતાં.
રાજનાથ સિંહે કહ્યું હતું કે, ક્યાંક એવું ના થાય તમામ વિરોધ પક્ષો એક સાથે મળીને ગઠબંધન બનાવી લે. બાદમાં કોંગ્રેસના હાથ દગો સહન કર્યા બાદ બધા ઈંમીટુ અભિયાન ચલાવવા પર ઉતારૂ થઈ જાય.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY