પુણે,તા.૨૭
પુણે પોલીસે એક્ટટિવિસ્ટ સુધા ભારદ્વાજની ફરીદાબાદથી ધરપકડ કરી લીધા છે સમાચાર છે કે, હાલમાં તેમનું મેડિકલ ચેકઅપ કરાવવામા આવી રહ્યું છે. બીજી તફ બે અન્ય એક્ટટિવિસ્ટ વર્નોન ગોસાલ્વિસ અને અરૂણા ફરેરાને પણ ૬ નવેમ્બર સુધી કસ્ટડીમાં મોકલી દેવામા આવ્યા છે. પુણેની એક અદાલતે શુક્રવારે સુધા ભારદ્વાજ, વર્નોન ગોસાલ્વિસ અને અરૂણ ફેરેરાની જમાનત અરજી ફગાવી દીધી છે. કથિત માઓવાદિઓ સાથે સંબંધના કારણે તેમની ધરપકડ કરવામા આવી છે.
પુણે પોલીસે આ ત્રણેયને કવિ પી વરવરા રાવ અને ગૌતમ નવલાખા સાથે ૩૧ ડિસેમ્બરે અલ્ગાર પરિષદ સંમેલનથી કથિત સંબંધીત મામલાઓમાં ૨૮ ઓગસ્ટે ધરપકડ કરી હતી. આ સંમેલન બાદ જ કથિત રીતે ભીમા-કોરેગાવ હિંસા ભડકી હતી. પોલીસે આરોપ લગાવ્યો હતો કે, આ સંમેલનના કેટલાક સમર્થકોના માઓવાદીઓ સાથે સંબંધ છે.
જિલ્લા અને સત્ર ન્યાયાધીશ (વિશેષ ન્યાયાધીશ)ના ડી વડાણેએ ભારદ્વાજ ગોસાલ્વિસ અને ફેરેરાની જમાનત અરજી ફગાવી દીધી છે. ફરિયાદી પક્ષે જમાનત અરજીનો વિરોધ કરતા કહ્યું કે, અપરાધીઓના વિરૂદ્ધ પ્રમાણિત કરનાર સાક્ષી તેમની માઓવાદી ગતિવિધિઓમાં સંડોવણીની પુષ્ટી કરે છે. જેવી રીતે કાડરને સંગઠિત કરવી, પ્રતિષ્ઠિત સંસ્થાઓના વિદ્યાર્થીઓને ભરતી કરવા અને ક્રાંતિકારી બનાવવા, પૈસા ભેગા કરવા અને હથિયાર ખરીદવા માટે દૂરના સ્થળોએ મોકલવા.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





