મુંબઈ,
શિવસેનાએ જમ્મુ કાશ્મીરમાં સેના પર વધી રહેલા આતંકવાદી હુમલા મામલે દેશના સંરક્ષણ પ્રધાન નિર્મલા સિતારમન પર આકરા પ્રહાર કર્યા છે. શિવસેનાએ સામનામાં કહ્યુ કે હિંદુસ્તાનની સેનાની નેતાગીરી નિર્બળ છે. અત્યંત દુર્બળ, નિષ્ક્રિય વ્યક્તિને સંરક્ષણ પ્રધાન બનાવી નુકસાન થયું છે.
શિવસેનાને સૈન્ય ક્ષમતા પર પુરો વિશ્વાસ છે પરંતુ કેન્દ્રમાં સેનાની નેતાગીરી નબળી છે. શિવસેનાએ સવાલ કર્યો કે, દેશમાં સંરક્ષણ પ્રધાન છે કે નહીં. જમ્મુ કાશ્મીરમા સુરક્ષા દળ પર વધી રહેલા હુમલા બાદ શિવસેનામાં અમર ઔરંગઝેબ નામના શિર્ષક હેઠળ સંપાદકીય લેખ લખ્યો છે.
લેખમાં સેનાની નેતાગીરી પર ચાબખા મારવામાં આવ્યા છે. મહત્વનું છે કે, થોડા દિવસો પહેલા રાષ્ટ્રીય રાઇફલના જવાન ઔરંગઝેબનું આતંકવાદીઓએ અપહરણ કરીને તેને હત્યા કરી હતી. જે બાદ દેશના સંરક્ષણ પ્રધાન નિર્માલ સીતારમન શિવસેનાના નિશાન આવ્યા છે.
શિવસેનાએ પોતાના મુખપત્ર સામનામાં દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને દાંત વગરના ચિત્તા ગણાવ્યા છે. શિવસેનાએ કહ્યુ કે, દિલ્હીમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને ઉપ રાજ્યપાલ વચ્ચે ચાલતી રાજકીય લડાઈ એક પ્રકારનું પ્રદૂષણ છે.
સામનામાં કહેવામાં આવ્યું કે, રાજકીય પ્રદૂષણના કારણે દિલ્હીની જનતાની મુશ્કેલી વધી છે. દિલ્હીની જનતાને ભાજપ અને આમ આદમી પાર્ટીના રાજકીય પ્રદૂષણથી દિલ્હીની જનતાને ક્યારે મુક્તિ મળશે.
શિવસેનાએ દિલ્હીમાં ભાજપ અને આમ આદમી પાર્ટીની લડાઈને રાજકીય નાટક ગણાવ્યુ છે. રાજકીય નાટકના કારણે ભાજપ અને આમ આદમી પાર્ટીને નુકસાન થઈ રહ્યુ છે. જેથી દિલ્હીમાં સર્જાયેલા ઘમાસણ મામલે આમ આદમી પાર્ટી અને ભાજપ જવાબદાર છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



