ખાંભા,તા.૨૨
નેસડી- ૨ ગામના ગૌચરની સર્વે નંબર ૪૭ પૈકીની જમીનમાં જે તે વખતે ૧ હેકટરમાં ક્વોરી લિઝ કાઢવા માટે ગોબરભાઈ કરશનભાઇ કેવડિયાને મંજૂરી આપી હતી. પરંતુ આ લીઝની પરમિશન ૨૦૧૦માં પૂર્ણ થઈ ગયા બાદ મંજૂરી મેળવ્યા વગર આ ક્વોરી લિઝ ચાલુ રખાઇ હતી. લીઝના કારણે નેસડી- ૨ ગામના ખેડૂત વિપુલભાઈ ગોવિંદભાઇ સાવલિયાની ખેતીની જમીન ક્વોરી લિઝની નજીક જ આવેલ છે. અહી સતત બ્લાસ્ટિંગ અને પથ્થરની ઝીણી ભૂકી ઉડવાના કારણે તેમની ખેતીની જમીન બંજર થવા લાગી છે.
જમીન બંજપ થવાના કારણે ખેતી ઉત્પાદન ઓછું થવા લાગ્યું હતું. પોતે પોતાના પરિવારનું ભરણપોષણ આ ખેતીમાંથી આવતી ખેત પેદાશો વેચી ગુજરાન ચલાવી રહ્યા છે. વિપુલભાઈ દ્વારા અત્યાર સુધી જિલ્લા અને રાજ્યના આ લિઝ સાથે જોડાયેલા વિભાગને ૧૫ વખત લેખિતમાં રજુઆત કરી ચૂક્યા છે. આ ખેડૂતને ન્યાય ન મળતા આખરે હારી થાકીને ખેડૂત દ્વારા રાષ્ટ્રપતિ પાસે ઈચ્છા મૃત્યુની માંગણી લેખિતમાં કરતા ચકચાર પ્રસરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



