ન્યુ દિલ્હી,તા.૨૯
નવજાત સિંહ સિદ્ધુના પાકિસ્તાન જવાનો વિવાદ હજી પૂરો પણ થયો નહતો અને હવે સોશિયલ મીડિયામાં જાહેર થયેલા એક ફોટાથી આ યાત્રાનો ફરી વિવાદ શરૂ થયો છે. દિલ્હીના ધારાસભ્ય અને અકાળી નેતા મનજિંદર સિંહ સિરસાએ એક ફોટો ટિવટ કરીને સિદ્ધુની ખાલિસ્તાની આતંકી ગોપાલ સિંહ ચાવલા સાથેની તસવીર શેર કરી છે.
અકાળી નેતા મનજિંદર સિંહે ટિવચર પર ફોટો શેર કરીને પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ સિરસા પર સવાલ ઉભા કરતાં કહ્યું હતું કે, મુખ્યમંત્રીએ એવું કહીને પાકિસ્તાનનો પ્રવાસ કરવાની ના પાડી હતી કે પાકિસ્તાન ભારત અને પંજાબ વિરુદ્ધ ગતિવિધિઓનું સમર્થન કરે છે. પરંતુ તેમના જ મંત્રી નવજાત સિંહ સિદ્ધુ તેમની ઈચ્છા વગર ત્યાં જાય છે અને ગોપાલ સિંહ ચાવલા સાથે ફોટા પણ પડાવે છે. જે હાફીઝ સઈદની નજીકના અને ભારત વિરોધી છે. તો શું હવે કેપ્ટન સાહેબ તેમના આ બેજવાબદાર મંત્રીને હટાવશે.
સિરસાએ તેમના વધુ એક ટિવટ દ્વારા કોંગ્રેસ પર પ્રહાર કરતાં કહ્યું છે કે, નરેન્દ્ર મોદીથી લઈને નીરવ મોદી સામે હોબાળો કરતાં રાહુલ ગાંધી આજે હવે આ તસવીર વિશે શું કહેશે. સિરસાએ સિદ્ધુનું રાજીનામું માગ્યું છે.
આ પહેલાં ભારત-પાકિસ્તાન વચ્ચે બનાવવામાં આવતા કરતારપુર સાહિબ હાઈવેનો શિલાન્યાસ બુધવારે પાકિસ્તાનમાં કરવામાં આવ્યો હતો. આ દરમિયાન પાકિસ્તાનના આર્મી ચીફ કમર જાવેદ બાજવા અને ખાલિસ્તાની સમર્થક ગોપાલ સિંહ ચાવલા મળ્યા હોવાની તસવીરથી વિવાદ શરૂ થઈ ગયો છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"






