આનંદ મહેલ રોડ પર લકઝરી બસ હેઠળ કચડાતા વૃદ્ધનું મોત

0
10

રોડ પર લટકતો વાયર પગમાં ફસાતા વૃધ્ધે જીવ ગુમાવ્યો
સુરત, તા. ૯

અડાજણના આનંદ મહેલ રોડ પર રસ્તામાં લટકતા વાયરના કારણે વૃદ્ધે જીવ ગુમાવ્યો છે. મોપેડ સવાર વૃદ્ધનો વાયરમાં પગ ફસાતા નીચે પટકાયા હતા. અને બસની નીચે આવી જતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતા પોલીસ દોડી આવી હતી.
અકસ્તાની ઘટનાની પ્રાપ્ત વિગતો મુજબ અડાજણના આનંદ મહેલ રોડ પર પ્રાઈમ આર્કેટ પાસે રહેતા અશોભાઈ મહેતા આજે રેલવે સ્ટેશન જવા નીકળ્યા હતા. દરમિયાન રસ્તા વચ્ચે લટકતા ફાઈબરના વાયરમાં તેમનો પગ ફસાઈ ગયો હતો. જેથી કાબુ ગુમાવતા નીચે પકટાયા હતા. અને લક્ઝરી બસની નીચે આવી ગયા હતા. જેથી તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. વૃદ્ધના પટકાવા પહેલાં જ એક યુવક પણ વાયરમાં પગ ફસાઈ જતા પટકાયો હતો. જેને સામાન્ય ઈજા પહોંચી હતી. ત્યારબાદ બસ હેઠળ આવી જતા વૃધ્ધ કચડાઈ મર્યા હોવાનું જાણવા મળે છે. આ ઘટના અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY