પરવાનગી બાદ ખશોગીના પુત્રએ સાઉદી અરબ છોડ્યું

0
7
રિયાધ,તા.૨૬
સાઉદી અરબ સરકાર દ્વારા પ્રતિબંધ હટાવ્યા બાદ અને અમેરિકામાં પ્રવેશની પરવાનગી મળ્યા બાદ પત્રકાર જમાલ ખશોગીના પુત્રએ અંતે સાઉદી અરબ છોડી દીધું છે. અમેરિકી વિદેશ મંત્રાલયના પ્રવક્તા રોબર્ટ ફ્લાડિનોએ કહ્યું હતું કે અમેરિકા આ નિર્ણયને આવકારે છે. ખશોગીની હત્યાને લઈ આંતરરાષ્ટ્રીય સ્તરે શરૂ થયેલા વિવાદ વચ્ચે ગુરુવારે આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
ત્રણ સપ્તાહ પહેલા તુર્કીના ઈસ્તાંબુલમાં સ્થિત સાઉદી અરબના વાણિજ્ય દુતાવાસમાં પત્રકાર જમાલ ખશોગીની હત્યા થઈ હતી. અમેરિકાના વિદેશ મંત્રી માઈક પોમ્પિયોએ તાજેતરમાં જ સાઉદી અરબની યાત્રા દરમિયાન ખશોગીના પુત્ર સલાહ ખશોગી મામલે ચર્ચા કરી હતી. તેમણે સ્પષ્ટ કર્યુ હતું કે વોશિંગટન ઈચ્છે છે કે સલાહ અમેરિકા પરત ફરે. મહત્વપૂર્ણ છે કે થોડા સમય પહેલા સાઉદી સરકારએ સલાહ પર દેશ છોડવાનો પ્રતિબંધ મુક્્યો હતો.
જા કે સલાહ ખશોગીએ સ્પષ્ટ કર્યું ન હતુ કે તે ક્યાં જશે. વાશિંગટન પોસ્ટ માટે લખતાં જમાલ ખશોગી સાઉદી સરકારના વિરોધી હતા. જે સમયે ખશોગીની હત્યા થઈ તે સમયે તેઓ સ્વ નિર્વાસનમાં હતા અને વોશિંગટનમાં રહેતા હતા. હાલ એક ચેનલના જણાવ્યાનુસાર સલાહ અમેરિકા પહોંચી ચુક્્યો છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY