રાજકોટ,તા.૨૨
મ્યુનિસિપલ કમિશ્નર બંછાનિધી પાની ધ્વારા સ્વચ્છ રાજકોટ ઝુંબેશ અંતર્ગત આ અગાઉ કરાયેલી જાહેરાત અનુસંધાને સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા શહેરના ત્રણેય ઝોનના વિસ્તારોમાં જે વેપારીઓએ બે ડસ્ટબીન ન રાખી હોય તેઓને રૂ. ૫૦૦-૫૦૦ ના દંડની કાર્યવાહી કરવામાં આવ્યો છે.
રાજકોટ મહાનગરપાલિકાના સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમ દ્વારા વોર્ડ વાઈઝ દરેક દુકાનો તથા વેપારીઓને ત્યાં સુકા કચરા અને ભીના કચરા માટે બેડસ્ટબીન છે કે નહિ તે અંગે ચેકીંગ કરવામાં આવેલું છે. જે વેપારીઓ પાસે બે ડસ્ટબીન ન હતી તેમને રૂ. ૫૦૦-૫૦૦/- નો દંડ કરવામાં આવેલો અને મહાનગરપાલિકા દ્વારા ડસ્ટબીન પણ આપવામાં આવેલી છે
મહાનગરપાલિકાનાં સુત્રોને જણાવ્યુ કે, રાજકોટને સ્વચ્છ બનાવવાનું બીડુ ઝડપ્યું છે અને જે લોકો સ્વચ્છતા માટે સહકાર ન આપે તો તેમને દંડ કરવાનું નક્કી કર્યુ છે. રાજકોટ શહેરનાં તમામ લોકો સ્વચ્છતા અભિયાનને ટેકો આપશે તો જ શહેર સ્વચ્છ બનશે.
આ કામગીરી રાજકોટ મહાનગરપાલિકાના પર્યાવરણ ઈજનેર નીલેશ પરમાર, સેન્ટ્રલ ઝોનના નાયબ પર્યાવર ઈજનેર વલ્લભ જીંજાળા, વેસ્ટ ઝોનના પર્યાવરણ ઇજનેર દિગ્વિજસિંહ તુવર અને ઈસ્ટ ઝોનના પર્યાવરણ ઇજનેર પ્રજેશ સોલંકી તેમજ તેઓની ટીમ દ્વારા કરવામાં આવેલું છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



