પેરિસ,તા.૨૦
સાઉદી અરેબિયાએ હકીકત સ્વીકારી છે કે તુર્કીના ઈસ્તાંબુલ દૂતાવાસમાં જમાલ ખશોગીની હત્યા કરવામાં આવી હતી. સાઉદીમાં રહેતા ખશોગી યુ.એસ નાગરિક હતા અને વોશિંગ્ટન પોસ્ટ માટે લખતા હતા. ૨ ઓક્ટોબરના રોજ ખશોગી તે દસ્તાવેજા મેળવવા સાઉદી એમ્બેસી ગયાં હતાં. જેમાં સાબિતી હતી કે તેમણે છૂટાછેડા લીધાં છે અને જેથી તેઓ ફરીથી લગ્ન કરી શકે છે.
અઠવાડિયાઓ સુધી આ વાતનો ઇનકાર કરવા પર કે ખશોગીનાં ગાયબ થવામાં તેમનો કોઈ હાથ નથી. અંતે સાઉદીએ આ હકીકતને સ્વીકારી લીધી છે કે તેના જ અધિકારીઓએ સાઉદીના દૂતાવાસમાં ખશોગીની હત્યા કરી હતી.
આ દરમિયાન, ફ્રાન્સના વિદેશ પ્રધાન જીન-યવેસ લે ડ્રાયને કહ્યું કે, અમેરિકા બાદ ફ્રાન્સ પણ હવે ખશોગીના મૃત્યુથી સંબંધિત લોકો પર પ્રતિબંધ મૂકવા જઈ રહ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, “અમે આ ક્ષણે જર્મની સાથે નજીકથી કામ કરી રહ્યા છીએ અને તેના પછી અમે ચોક્કસપણે પ્રતિબંધોની ચોક્કસ સંખ્યા નક્કી કરીશું. પરંતુ અમે વિચારીએ છીએ કે અમારે આગળ વધવું જાઈએ કારણ કે સત્ય બહાર આવવું જરૂરી છે.’
તુર્કીમાં પત્રકારની હત્યા કરવામાં આવી હતી. એટલા માટે તુર્કીનાં વિદેશ પ્રધાન માવલત કવાસુગલૂએ સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગ્યુટેર્સ સાથે વાટાઘાટો કરી હતી. આ મીટિંગ અંગે યુએનના પ્રવક્તા સ્ટીફન ડુજરિકે કહ્યું, “તેમણે યમન, સીરિયા, સાયપ્રસ સાથે જ જમાલ ખશોગી અંગે વાત કરી છે.” જ્યારે પુછવામાં આવ્યું કે યુ.એન. ખશોગીની તપાસ કરશે કે નહીં, ત્યારે તેમણે કહ્યું કે અમને તુર્કી તરફથી કોઈ સત્તાવાર વિનંતી મળી નથી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




