જિલ્લા પ્રશાસનના સકારાત્મક અભિગમથી ૩૬,૮૧૪ અરજીઓનો ઉકેલ.

0
37

ખેડા જિલ્‍લામાં રાજયવ્‍યાપી સેવા સેતુ કાર્યક્રમના ચોથા તબક્કાનો જિલ્‍લા કલેક્ટરશ્રી આઇ.કે.પટેલના માર્ગદર્શન હેઠળ પ્રારંભ થયો છે. ખેડા જિલ્‍લા પ્રશાસનના સકારાત્‍મક અભિગમથી સેવા સેતુ કાર્યક્રમના માધ્‍યમથી જિલ્‍લાના નાગરિકોને પારદર્શીતા પ્રશાસનની સાચા અર્થમાં અનુભૂતિ થઇ રહી છે એટલું જ નહીં લોકોને ઘર આંગણે પોતાના વ્‍યક્તિલક્ષી પ્રશ્નોનો ઉકેલ મળી રહયો છે. ખેડા જિલ્‍લાના વિવિધ તાલુકાઓમાં અત્‍યાર સુધી યોજાયેલા ૧૬ સેવા સેતુ કાર્યક્રમાં ૩૬,૮૧૯ અરજદારોએ અરજીઓ રજૂ કરી હતી. જૈ પૈકી ૩૬,૮૧૪ અરજીઓનો પ્રશાસન દ્ધારા હકારાત્‍મક ઉકેલ કરી ૯૯.૯૯ ટકા સિધ્‍ધિ હાંસલ કરી છે.

કલેક્ટરશ્રી આઇ.કે.પટેલે જણાવ્‍યું કે, સેવા સેતુ કાર્યક્રમ હેઠળ નડિયાદ તાલુકામાં ૮૨૮૩, કઠલાલ તાલુકામાં ૬૫૬૨, મહેમદાવાદમાં ૫૨૪૬, ગળતેશ્વરમાં ૪૦૯૨, ખેડામાં ૩૪૮૦, ઠાસરામાં ૨૯૧૭, મહુધામાં ૨૦૧૧, વસોમાં ૧૯૧૬, કપડવંજમાં ૧૩૪૯ અને માતર તાલુકામાં ૯૫૮ સહિત કુલ ૩૬,૮૧૪ અરજીઓનો એક જ દિવસમાં સકારાત્‍મક ઉકેલ કરવામાં આવ્‍યો છે.

શ્રી પટેલે જણાવ્‍યું કે, જિલ્‍લામાં યોજાયેલ સેવા સેતુ કેમ્‍પમાં આધારકાર્ડની ૧૧૩૪, રેશનકાર્ડમાં નામ દાખલ કરવાની ૮૩૩, નામ કમી કરવાની ૨૪૨, રેશનકાર્ડમાં નામમાં સુધારાની ૨૫૭, જાતિ પ્રમાણપત્રની ૪૨, મા વાત્‍સલ્‍ય કાર્ડની ૨૭૧, મા અમૃતમ કાર્ડની ૨૩૬, ઘરેલુ વીજ જોડાણની ૯૦, આવકના દાખલાની ૨૪૫૪, વરિષ્‍ઠ નાગરિક્તા પ્રમાણપત્રની ૧૧૦, જન્‍મ–મરણના દાખલાની ૧૧૪૬, સાત-બાર-આઠ-અ ના ૧૩,૪૮૧ પ્રમાણપત્રો, ક્રિમીલેયર પ્રમાણપત્ર ૪૦, વિધવા સહાયની ૩૬ તેમજ વૃધ્‍ધ નિરાધાર સહાયની ૫૭ અરજીઓનો ઉકેલ કરવામાં આવ્‍યો છે. ખેડા જિલ્‍લામાં સેતુ સેતુ સંતોષની લોકલાગણીના સેતુ બની રહયા છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY