રાજપીપળા સહીત નર્મદા જિલ્લા માં ભારત બંધ ના એલાનને મિશ્ર્ર પ્રતિસાદ

0
22

યુપીએ સરકાર હતી ત્યારે બાબા રામદેવે ભાજપ આવશે તો પેટ્રોલ ત્રીસ રૂપિયે લીટર મળશે તેવી વાત કરી હતી : પી ડી વસાવા (ધારાસભ્ય )

નાંદોદ ધારાસભ્ય પી ડી વસાવા સહીતના આગેવાનો રાજપીપળાના બજાાર બંધ કરવાા નિકળ્યા.

મુખ્ય બજારોની દુકાનો, પેટ્રોલ પમ્પો સહીત શાળા કોલેજો પણ બંધ કરાવાઈ,જોકેે શાક માાર્કેટ ખુલ્લું રહેતા ગૃહિણીઓ ને રાહત રહી હતી.

રાજપીપળા : ભારતમાં વધી રહેલા પેટ્રોલના ભાવ અને મોધવારીના કારણે કોંગ્રેસ દ્વારા આજે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે.પેટ્રોલના ભાવને લઇને ગુજરાત કોંગ્રેસ દ્વાર પણ બંધને સમર્થન આપવામાં આવ્યું છે ત્યારે આ મુદ્દા પર કોંગ્રેસ આક્રમક મૂડમાં નજરે પડી રહી છે.ગુજરાત બંધના સમર્થનમાં કોંગ્રેસ દ્વારા સવારથી જ રાજ્યમાં વિરોધો કરવાના શરૂ કરી દેવામાં આવ્યા હતા.બંધને ધ્યાને રાખીને પોલીસ પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.જેમાં નર્મદા જિલ્લા ના અuનેક વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો હતો ત્યારે પેટ્રોલ ડિઝલના વધી રહેલા ભાવને લઇને પેટ્રોલપંપો ની સાથે સાથે બજાર ની દુકાનો અને શાળા કોલેજો પણ કોંગ્રેસ ના ધારાસભ્ય પી ડી વસાવા સહીત જયંતીભાઈ વસાવા , વિરોધ પક્ષ ના નેતા મોન્તજીર પઠાણ , શહેર પ્રમુખ ઠાકોરભાઈ રાઠોડ સહીત અન્ય કોંગી આગેવાનો અને કાર્યકરો એ બંધ ને સફળ બનાવવા કમર કસી હતી આમ શાંતિ પૂર્ણ રીતે રાજપીપળા માં આજે અપાયેલા બંધ ના એલાન ને સફળ બનાવ્યું હતું .

ભાજપ એટલે મોંઘવારી ની અને જુઠ્ઠી સરકાર કહી કોંગ્રેસ ના ધારાસભ્ય પી ડી વસાવા એ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરી પેટ્રોલ સહીત જીવન જરૂરિયાત ની ચીજ વસ્તુઓ મોંઘી થતા માધ્યમ ગરીબ વર્ગ નો મરો થઈ રહ્યો છે જયારે સરકાર ની તિજોરી ભરાઈ રહી હોવાનું જણાવી રાજપીપળા ના નાના મોટા તમામ વેપારીઓ એ આજના આ બંધ માં અમને પૂરતો સહકાર આપ્યો હોવાનું જણાવ્યું હતું .

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY