ખેડા જિલ્લામાં આરોગ્ય વિભાગ હેઠળ કાર્યરત જિલ્લા ક્ષય કેન્દ્ર, નડિયાદ દ્ધારા ક્ષય રોગનો ભોગ બનેલ ૧૧૦૦ દર્દીઓને કેન્દ્ર સરકારની નિક્ષય પોષણ યોજના હેઠળ દર માસે રૂા.૫૦૦/-ની દર્દીની સારવાર ચાલુ હોય ત્યાં સુધી તેઓના બેંક ખાતામાં સીધી સહાય સરકાર દ્ધારા ચૂકવવામાં આવે છે. જેથી તેઓ ટી.બી.ની દવા સાથે પોષણક્ષય આહાર મેળવી શકે.
જિલ્લા ક્ષય અધિકારી ર્ડા.આર.બી.કાપડીયાએ જણાવ્યું હતું કે, ખેડા જિલ્લામાં દર વર્ષે અંદાજે ૪૬૦૦ જેટલા ક્ષય રોગના દર્દીઓને શોધી કાઢવામાં આવે છે. જેમને સરકાર દ્ધારા તમામ નિદાન, સારવાર અને દવા વિનામૂલ્યે આપવામાં આવે છે. જિલ્લામાં હાલમાં ટી.બી.નો ભોગ બનેલ ૨૧૦૦ દર્દીઓ પૈકી ૧૧૦૦ દર્દીઓને ભારત સરકારની નિક્ષય પોષણ યોજના હેઠળ રૂા.૫૦૦/-ની સહાય તેમના બેંક ખાતામાં સીધી જમા કરવામાં આવે છે. જયારે અન્ય ૧૦૦૦ દર્દીઓના આધારકાર્ડ અને બેંક ખાતાની વિગતો મેળવવામાં આવી રહી છે. આ તમામ કાર્યવાહી પૂર્ણ થતાં આ દર્દીઓને પણ પોષણ સહાય ચૂકવવામાં આવશે.
ર્ડા. કાપડીયાએ જણાવ્યું કે, સરકારી દવાખાનાઓ ઉપરાંત ખાનગી હોસ્પિટલોમાં પણ નિદાન થતાં ટીબીના દર્દીઓની વિગતો મેળવવામાં આવે છે. જિલ્લામાં દર વર્ષે ઓળખ કરવામાં આવતા ટીબી રોગના દર્દીઓને નિયમિત સારવાર આપવામાં આવે છે. જેથી જિલ્લામાં ઓળખ કરવામાં આવેલ ટીબી રોગના ૮૫ ટકા દર્દીઓ સારવાર લઇ સાજા થાય છે.
ટી.બી. હવા મારફતે ફેલાતો ચેપી રોગ છે. બે અઠવાડીયા કરતા વધારે ઉઘરસ આવે, તાવ આવવો, વજન ઘટવુ, ભૂખ ન લાગવી વગેરે લક્ષણો જણાય તો ટીબીની શંકા કરી શકાય. બે અઠવાડીયાથી વધારે ઉધરસ આવે તો ગળફાની તપાસ કરાવવી આવશ્યક છે. તેની તપાસ તમામ સરકારી આરોગ્ય કેન્દ્રમાં વિનામૂલ્યે થાય છે. ગંભીર ટીબીના નિદાન માટે જિલ્લા ક્ષય કેન્દ્ર, નડિયાદ ખાતે CBNAAT મશીન ઉપોલબ્ધ છે. જે નિદાન પણ મફત કરવામાં આવે છે.
ર્ડા.કાપડીયાએ ઉમેર્યું કે, ટીબી એ જીવલેણ રોગ નથી પરંતુ ટીબીના નિદાન થયા બાદ જો સમયસર નિયમિત સારવારની સાથે દવા લેવામાં આવે અને અને સરકારની યોજનાનો લાભ લઇ ટીબીના દર્દીઓ રોગમુક્ત થઇ સ્વસ્થ થઇ શકે છે.
ટીબી દર્દીઓને સારવાર પૂર્ણ કર્યા બાદ આશાબહેનોને પ્રોત્સાહક રકમ પણ ચૂકવવામાં આવે છે. તો આવો આપણે સૌ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના વર્ષ ૨૦૨૫ સુધીમાં ક્ષયરોગને દેશવટો આપવાના સંકલ્પને સાકાર કરવા ખેડા જિલ્લાને પણ ક્ષયરોગ મુક્ત કરીએ.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



