ખેડા જિલ્લામાં ૧૬ ગામોમાં સરદાર એક્તા યાત્રા પરિભ્રમણ કરશે.

0
35

આગામી તા.૩૧ ઓક્ટોબર સરદાર પટેલ સાહેબની જન્‍મ જ્યંતિએ પ્રધાનમંત્રીશ્રી નરેન્‍દ્રભાઇ મોદી દ્ધારા રાષ્‍ટ્રને અર્પણ થનાર સરદાર સાહેબની વિરાટતમ પ્રતિમા વિશ્વના સૌથી ઉંચા સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટીના લોકાર્પણ પૂર્વે સરદાર સાહેબનો એક્તા અને અખંડિતતાનો સંદેશ ગામે ગામ, ઘરે ઘરે ગુંજતો કરવા રાજય સરકાર દ્ધારા સમગ્ર રાજયમાં તા.૨૦-૧૦-૨૦૧૮ થી તા.૨૯-૧૦-૨૦૧૮ દરમિયાન એક્તા યાત્રાનું આયોજન કરવામાં આવ્‍યું છે.

એક ભારત શ્રેષ્‍ઠ ભારતના સ્‍વપ્‍નદ્ભષ્‍ટા લોહપુરૂષ સરદાર સાહેબના રાષ્‍ટ્ર માટે સમર્પણ અને યોગદાનને જનજન સુધી ઉજાગર કરવા સમગ્ર રાજયની સાથે સાથે ખેડા જિલ્‍લામાં એક્તા યાત્રા ગામડે ગામડે પરિભ્રમણ કરી રહી છે.

સરદાર એક્તા યાત્રાના પ્રથમ તબક્કામાં આવતીકાલ તા.૨૪-૧૦-૨૦૧૮ને પાંચમા દિવસે નડિયાદ પ્રાંત વિસ્‍તારમાં સમાવિષ્‍ટ નડિયાદ તાલુકાના વલેટવા ખાતેથી શરૂ થઇ આખડોલ, કેરીઆવી, પીપળાતા, ટુંડેલ, ડુમરાલ, અને પીપલગ ગામો ખાતે તેમજ ખેડા પ્રાંતના માતર તાલુકાના વસ્‍તાણાથી હાડેવા, બામણગામ, દલોલી, સીંજીવાડા, પરીએજ, સાયલા, ભલાડા, માલાવાડા અને દેથલી ખાતે સરદાર એક્તા યાત્રા રથ પરિભ્રમણ કરશે.

એક્તા યાત્રા દરમિયાન સરદાર સાહેબના જીવન કવન અને યોગદાન વિષયક વીડિયોનું પ્રદર્શન કરવામાં આવશે તેમજ જે તે ગામના ગ્રામજનો દ્ધારા આ સરદાર એક્તા રથ યાત્રાનું ભવ્‍યાતિભવ્‍ય સ્‍વાગત કરવામાં આવશે.

સરદાર એક્તા યાત્રામાં જિલ્‍લાના પદાધિકારીઓ, ઉચ્‍ચ અધિકારીઓ અને વિશાળ સંખ્‍યામાં ગ્રામજનો જોડાશે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861


11:04
સરદાર સાહેબના રાષ્ટ્રની એકતા અખંડિતતાના સંદેશને જન-જન સુધી પહોંચાડવા રાજ્યમાં આરંભાયેલ એકતાયાત્રામાં અનેરો જનઉત્સાહ | Jung E Gujarat
www.jungegujarat.in

સરદાર સાહેબના રાષ્ટ્રની એકતા અખંડિતતાના સંદેશને જન-જન સુધી પહોંચાડવા રાજ્યમાં આરંભાયેલ એકતાયાત્રામાં અનેરો જનઉત્સાહ


11:13

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY