રાજ્યના રમતવીરોને રમવાની અને વિજેતા બનવાની તક આપતો અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય કક્ષાના રમતવીર બનવાની ઝંખના જગવતો એસએજી આયોજિત ખેલ મહાકુંભ-૨૦૧૮ અંતિમ તબક્કામાં પ્રવેશ્યો છે અને વિવિધ રમતોની રાજ્યકક્ષાની સ્પર્ધાઓ યોજાઇ રહી છે.
તેના ભાગરૂપે વડોદરા મહાનગરપાલિકાના મેયર ડૉ. જિગીષાબહેન શેઠે શહેરના પરિવાર ચાર રસ્તા પાસે આવેલા વાઘોડિયા સ્પોર્ટસ કોમ્પલેક્સમાં રાજ્યકક્ષાની બેડમિંટન સ્પર્ધાઓનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે તેમના હસ્તે મહેસાણાની, એશિયન બેડમિંટન જુનિયર ડબલ ગોલ્ડ મેડલ વિજેતા તસ્નીમ મીરનું ખાસ સન્માન કરવામાં આવ્યું હતું અને મેયરશ્રી તથા મહાનુભાવોએ તસ્નીમની આ સિદ્ધિને બિરદાવતાં, ઇન્ટરનેશનલ લેવલે વધુ મેડલ્સ જીતીને ગુજરાત અને દેશનું ગૌરવ વધારવા ખાસ અનુરોધ કર્યો હતો. તસ્નીમ મીરે તેની આ સિદ્ધિનો યશ ખેલ મહાકુંભના અનુભવ અને એસએજીની તાલીમને આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે તસ્નીમને એસએજીના ઉપક્રમે ઇન્ટરનેશનલ બેડમિંટન કોચ ફૂલેલા ગોપીચંદે તાલીમ આપી છે.
મેયરશ્રીએ ગુજરાતના ખેલ મહાકુંભના પ્રેરક તરીકે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ભૂમિકાની વિગતો આપી હતી. તેમણે વિજેતા બનવાનું લક્ષ્ય રાખવા અને ખેલદિલીની ભાવના સાથે રમવાનો અનુરોધ કર્યો હતો.
વડોદરા જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રના સિનિયર કોચશ્રી જયેશ ભાલાવાળા દ્વારા રાજ્યકક્ષાની આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રી ભાલાવાળાએ જણાવ્યું કે, રાજ્યના દરેક જિલ્લામાંથી, જિલ્લા કક્ષાના વિજેતા ૧૨૫ જેટલા બેડમિંટન ખેલાડીઓ ત્રણ દિવસ ચાલનારી આ સ્પર્ધામાં વિજેતા બનવા ઝઝુમશે. દરેક જિલ્લામાંથી સિંગલ્સના વિજેતા બે ખેલાડીઓ અને ડબલ્સની વિજેતા એક ટીમ આ અંતિમ સ્પર્ધામાં ભાગ લઈ રહી છે. સ્પર્ધાના ચીફ રેફરી તરીકે શ્રી સત્યનારાયણ સેવા આપી રહ્યા છે જ્યારે એસએજીના શ્રી નિકુંજ પરમાર નોડલ ઓફિસર તરીકે સેવા આપી રહ્યા છે.
રાજ્યકક્ષાની સ્પર્ધાના વિજેતાઓને મેડલ્સ, સર્ટિફીકેટસ અને રોકડ પુરસ્કાર આપવામાં આવે છે. આ સ્પર્ધાના દેખાવના આધારે ખેલાડીઓની સેન્ટર ઓફ એક્સેલન્સની તાલીમ તેમજ સ્કૂલ ગેમ્સ ફેડરેશનની યાદી માટે પસંદગી કરાશે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"






