જિલ્‍લા કાનૂની સેવા સત્તા મંડળ, જિલ્‍લા ન્‍યાયાલય, નડિયાદ દ્ધારા ડોર ટુ ડોર ઝુંબેશ અંતર્ગત કાનૂની જનજાગૃતિના કાર્યક્રમો યોજાયા 

0
17

નડિયાદ: રાષ્‍ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ, સર્વોચ્‍ચ ન્‍યાયાલય, નવી દિલ્‍હી તથા ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા મંડળ, ગુજરાત હાઇકોર્ટના આદેશાનુસાર ન્‍યાયાલય, નડિયાદમાં તાજેતરમાં ડોર ટુ ડોર ઝુંબેશ અંતર્ગત તાલુકા કોર્ટથી લઇને સર્વોચ્‍ચ ન્‍યાયાલય સુધી કાર્યરત કાનૂની સેવા સમિતિઓ/સત્તા મંડળો ખાતેની મફત અને સક્ષમ કાયદાકીય અને કાનૂની સલાહ-સહાય માટેની માહિતી આપવા જનજાગૃતિ કાર્યક્રમો યોજાયા હતા. સમાજના છેવાડાના માનવીઓ સુધી જનજાગૃતિ લાવવા ઉમદા હેતુસર નડિયાદ ખાતે જિલ્‍લા જેલ, જલારામ મંદિર, રેલ્‍વે સ્‍ટેશન, બસ ડેપો, વિવિધ સોસાયટીઓ, બાલગણેશ નમકીન ફેક્ટરી, મંજીપુરા ગામ પંચાયત તથા પીપલગ ગ્રામ પંચાયત ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જમાં જિલ્‍લા કાનૂની સેવા સત્તા મંડળ, જિલ્‍લા ન્‍યાયાલય, નડિયાદના સેક્રેટરી પી.એસ.સિંધી, સ્‍ટાફના સભ્‍યો તથા કાનૂની સેવા સમિતિના વકીલ કે.ડી.પરમાર, પન્‍નાબેન દલવાડી,  ચરૂલાતાબેન પડીયા, મનિષ ગોહેલનાઓએ મફત અને સક્ષમ કાનૂની સેવાઓ વિષે ખુબ જ સચોટ માહિતી જાણકારી આપી હતી.

આ વિવિધ કાર્યક્રમોમાં જિલ્‍લા જેલના અધિકારી એફ.એસ.મલેક, જે.આર.સિસોદીયા, પીપલગ ગામના સરપંચ નિધિ પટેલ, તલાટી અજયસિંહ જામ, બાલ ગણેશ નમકીન ફેક્ટરીના માલિક મિતુલ પટેલ તથા કામદારો સહિત ૭૦૦ જેટલા લોકોએ ઉપસ્‍થિત રહી મફત અને સક્ષમ કાનૂની સેવાઓ વિષે વિસ્‍તૃત માહિતી-જાણકારી મેળવી ડોર ટુ ડોર ઝુંબેશ કાર્યક્રમને સફળ બનાવ્‍યો હતો. એમ જિલ્‍લા કાનૂની સેવા સત્તા મંડળ, જિલ્‍લા ન્‍યાયાલય, નડિયાદના સુપ્રિન્‍ટેન્‍ડેન્‍ટ શ્રી એચ.એન.ઠાકર દ્ધારા જણાવાયું છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY