અકસ્માત કે આપઘાત પોલીસે તપાસ શરુ કરી
મોરબીના નવલખી રોડ પરથી પસાર થતા રેલવેના એન્જીનની ઠોકરે આધેડ વયની મુસ્લિમ મહિલાનું મોત નીપજ્યું છે તાલુકા પોલીસે અકસ્માતના બનાવની નોંધ કરી વધુ તપાસ આદરી છે
બનાવની મળતી માહિતી મુજબ મોરબીના નવલખી રોડ પર રોકડિયા હનુમાન મંદિર નજીકથી પસાર થતા રેલ્વે ટ્રેક પરથી પસાર થતા રેલ્વે એન્જીનની ઠોકરે મહિલાનું મોત થયું હતું બનાવની જાણ થતા તાલુકા પોલીસની ટીમ દોડી ગઈ હતી મૃતક મહિલા જેતુનબેન અનવરભાઈ પલેજા (ઉ.વ.૪૫) રહે ભગવતીપરા વાવડી રોડ મોરબી વાળા હોવાનું જાણવા મળ્યું છે જોકે મહિલાનું મોત અકસ્માત થયું કે પછી ટ્રેન એન્જીન સામે કુદી તેને આપઘાત કર્યો તે સ્પષ્ટ થયું નથી પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી મહિલાએ આપઘાત કર્યો છે કે અકસ્માત તે દિશામાં વધુ તપાસ ચલાવી છે
રિપોર્ટર
રાહુલ નગવાડીયા
મોરબી
9737075717
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



