કપડવંજ મુકામે ૭૨માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી વિધાનસભાના અધ્યલક્ષશ્રી રાજેન્દ્ર્ ત્રિવેદીના હસ્તેી કરાશે

0
81

ખેડા જિલ્‍લાના કપડવંજ મુકામે  કે.એસ.આર.એન્‍ડ વી.એમ.પારેખ કોમર્સ કોલેજ ડાકોર રોડ, કપડવંજ મુકામે જિલ્‍લા કક્ષાનો ધ્‍વજવંદનનો કાર્યક્રમ ગુજરાત વિધાનસભાના અધ્‍યક્ષશ્રી રાજેન્‍દ્ર ત્રિવેદીના વરદ હસ્‍તે કરવામાં આવનાર છે.  

ગુજરાત વિધાનસભાના અધ્‍યક્ષશ્રીના ધ્‍વજવંદન બાદ પરેડ નિરીક્ષણ, ઇનામ તથા પ્રમાણપત્ર વિતરણ અને સાંસ્‍કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમની પૂર્વ તૈયારીના ભાગરૂપે અધિક નિવાસી કલેક્ટરશ્રી રમેશ મેરજાની અધ્‍યક્ષતામાં પ્રાંત કચેરી, કપડવંજ ખાતે એક સમિક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્‍યું હતું.

આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટરશ્રી રમેશ મેરજાએ જે તે વિભાગની કામગીરીની સમિક્ષા કરી હતી તથા તાલુકા અને ગામના પદાધિકારીઓ સાથે પણ આ કાર્યક્રમની તૈયારી અંગે સમિક્ષા કરવામાં આવી હતી.

આ બેઠકમાં પ્રાંત અધિકારીશ્રી ર્ડા.અનિલ ધામલીયા (આઇ.એ.એસ.), અગ્રણીશ્રી ગોપાલ શાહ, મામલતદારશ્રી અને તાલુકા પંચાયતના અધિકારી અને કર્મચારીઓ ઉપસ્‍થિતરહ્યા હતા.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY