દસેક દિવસ પેહલા થયેલી ચોરી માં કોઈ જાણભેદુ હોવાની સંભાવના હતી પરંતુ રાજપીપળા પોલીસ સાથે એલ સી બી પણ તપાસ માં લાગી.
ચોરીમાં સી સી ટી વી કેમેરા ના વાયર કાઢી અંંદરના કેમેરા પર રૂમાલ બાંધી ચોરી કરી અન્ય કોઈ તિજોરી ને નિશાન ન બનાવી જ્યાં રોકડ મૂકી હતી એજ તિજોરી તોડતા જાણભેદુ હોવાની શક્યતા હતી પરંતુ દસ દિવસ બાદ પણ પોલીસને સફળતા ન મળતા અનેક સવાલ?
અજાણ્યા ચોરે ડુપ્લીકેટ ચાવી થી દરવાજા નું લોક ખોલી અંદર મુકેલી તિજોરી નું તાળું તોડી પેટીમાં મુકેલી તમામ રોકડ પેટીી સાથે લઈ ફરાર થઈ ગયો હતો
એફ એસ એલ અને ડોગ સ્કોડ ની પણ મદદ લેવાઈ હતી છતાં ચોરટા હાથ ન લગતા એલ સી બી ની દરમિયાનગીરી
રાજપીપળા ની જી એસ એલ પબ્લિક સ્કૂલ માં દસેક દિવસ પર કોઈ અજાણ્યા વ્યક્તિઓ એ રોકડા રૂપિયાની ચોરી કરતા શાળા સંચાલકો એ પોલીસ ફરિયાદ આપી હતી પરંતુ હજુ સુધી ચોરો કે ચોરીના પૈસા ની કોઈ કળી ન મળતા હવે રાજપીપળા પોલીસ સાથે એલ સી બી ટિમ પણ સામેલ કરતા જલ્દી સફળતા મળે એમ લાગી રહ્યું છે
ઉલ્લેખનીય છેકે દસેક દિવસ ઓર રાજપીપળા ની જાણીતી જી એસ એલ સ્કૂલ માં રૂપિયા 1,23,344 /- રોકડા રૂપિયાની ચોરી થયા બાબતે શાળાના હેડ ક્લાર્ક યશવંત મારુ એ જ ફરિયાદ આપી હતી જેમાં જણાવ્યા મુજબ સાંજે 4 વાગ્યા થી સવારે 8 વાગ્યા દર્મિયાન કોઈ અજાણ્યા વ્યક્તિઓ એ શાળા નો ડુપ્લીકેટ ચાવી થી દરવાજો ખોલી અંદર મુકેલી તિજોરી નું તાળું તોડી તિજોરીમાં મુકેલા રોકડા રૂપિયા 1,23,344 ની ચોરી કરી ફરાર થઈ ગયા હતા ત્યારે આ ફરિયાદ બાદ રાજપીપળા પોલીસ તપાસ કરી રહી હતી પરંતુ ઘણા દિવસ થવા છતાં અને ચોરી કોઈ જાણભેદુએ કરી હોય એમ લાગતું હોવા છતાં ચોરી નો ભેદ ન ઉકેલાતા હવે એલ સી બી પણ આ માટે તપાસ માં જોતરાઈ હોવાનું જાણવા મળ્યું છે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
જંગ એ ગુજરાત અખબાર
૧૫ મી ઓગસ્ટ ના રોજ ૧૫ માં વર્ષ માં આપ સૌ ના આશીર્વાદ થી પ્રવેશે છે.🎂
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861


"વંદે માતરમ ,ભારત માતાકી જય"





