ખેડા જિલ્લાતમાં આરોગ્ય- તંત્ર દ્ધારા પીએનડીટી એક્ટની કડક અમલવારી

0
49

જિલ્લાસ માહિતી કચેરી, નડિયાદ
સાંપ્રત સમયમાં દિકરીઓની ઘટતી જતી સંખ્યા અનેક સામાજિક સમસ્યા ઓ પેદા કરે છે. દેશ તથા સમાજમાં દિકરા અને દિકરીઓના જન્મર વચ્ચેપ સંતુલન જળવાઇ તે માટે સરકાર અનેકવિધ પગલા લઇ રહી છે. ધ પ્રિનેટલ ડાયગ્નોાસ્ટીકક ટેક્નીક એક્ટ એટલે કે પીએનડીટી એક્ટ અન્વેયે ગર્ભનું જાતિય પરિક્ષણ કરવું અપરાધ છે અને આ માટે કાયદામાં દંડ અને જેલની જોગવાઇ પણ કરવામાં આવેલ છે.
પીએનડીટી એક્ટ અનુસાર કોઇ પણ સગર્ભા સ્ત્રી ની સગર્ભાવસ્થા ની તપાસ કરવામાં આવે ત્યા રે ફોર્મ એફ ફરજીયાત ભરવાનું હોય છે અને સમગ્ર માસ દરમ્યાયન કરવામાં આવેલ સોનોગ્રાફીનો રીપોર્ટ જિલ્લા્ કક્ષાએ સમયમર્યાદામાં કરવાનો હોય છે તેમજ સોનોગ્રાફી મશીનના ઉપયોગ અન્વઆયે સરકારશ્રી દ્ધારા બનાવેલ નિયમોનું પાલન કરવાનું હોય છે. આ નિયમ કે કાયદાનો ભંગ થાય તો જિલ્લાવની એપ્રોપીએટ ઓથોરીટી તેમને મળેલ સત્તાનુસાર સોનોગ્રાફી મશીન સીલ કરી શકે છે.
ઘટતી જતી દિકરીઓની સંખ્યા ને કારણે અને રાજય સરકારશ્રીની સુચના તેમજ માર્ગદર્શન અનુસાર ખેડા જિલ્લાતમાં આરોગ્ય તંત્ર દ્ધારા પીએનડીટી એક્ટની કડક અમલવારી માટે ખાસ કવાયત હાથ ધરવામાં આવી હતી જેના ભાગરૂપે જિલ્લા્ના મુખ્યર મથક નડિયાદ ખાતે દેસાઇ વગો વિસ્તાતરમાં આવેલ ર્ડો.ઉજ્જવલ શાહના શુભમ હોસ્પિાટલ ખાતે ચેકીંગ કરવામાં આવેલ જેમાં ક્લીનીકમાં ગર્ભસ્થ શીશુનું લીંગ પરીક્ષણ કરવામાં આવતું નથી એ મતલબનું બોર્ડ સરકારશ્રીની ગાઇડલાઇન મુજબનું (૩×૨ ) ન હતું, અલગ સગર્ભા રજીસ્ટંર નિભાવેલ ન હતું અને તા.૧૯-૦૩-૨૦૧૮ના રોજ શુભમ હોસ્પિીટલ ખાતે આવેલ એક દર્દીની સોનોગ્રાફી કરવામાં આવેલ પરંતુ સોનોગ્રાફી કરતા પહેલા તેની કોઇપણ જાતની સંમતિ લીધી ન હતી કે ફોર્મ ‘‘એફ’’ ભરેલ ન હતું આમ સદર હોસ્પિપટલનું છેલ્લામ બે વર્ષનું રેકર્ડ માંગતા માત્ર ત્રણ ફોર્મ એફ રજુ કરવામાં આવેલ તથા દવાખાનામાં ડોક્ટરે કરેલ સોનોગ્રાફીનું કોઇ રેકર્ડ ડોક્ટર રજુ કરી શકેલ ન હતા આથી પીસીપીએનડીટી એક્ટ અનુસાર કાયદાનો ભંગ થતાં સદર હોસ્પિકટલનું સોનોગ્રાફી મશીન સીલ કરવામાં આવેલ છે તેમ મુખ્યડ જિલ્લા આરોગ્યય અધિકારી, ખેડા જિલ્લાર પંચાયત, નડિયાદ દ્ધારા જણાવાયું છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY