સ્ટાર મધુબાલા માટે કિશોર કુમાર કરીમ અબ્દુલ બન્યા

0
14

મુંબઇ,તા. ૪
મેરે મહેબુબ કયામત હોગી , મેરે સામને વાળી ખિડકી મે , મેરે સપનોની રાની કબ આયેગી તુ જેવા લોકપ્રિય ગીતોને અવાજ આપનાર મહાન કિશોર કુમાર હિન્દી ફિલ્મ જગતની એક એવી હસ્તી છે જેને બનાવવા અને તૈયાર કરવામાં કુદરતને પણ સદીઓ લાગી જાય છે. આજે કિશોર કુમાર અમારી વચ્ચે નથી પરંતુ તેમના વારસા અમર છે. મહાન કિશોર કુમાર અંગે કેટલીક બાબતો ચાહકોને સારી રીતે ધ્યાનમાં નથી.આ બાબતો પૈકી એક બાબત એ છે કે કિશોર કુમારે ચાર લગ્ન કર્યા હતા. પ્રથમ લગ્ન કિશોર કુમારે રૂમા દેવી સાથે કર્યા હતા. પરંતુ પારસ્પરિક મતભેદના કારણે છુટાછેડા થઇ ગયા હતા. ત્યારબાદ મધુબાલા સાથે લગ્ન કર્યા હતા. મધુબાલા સાથે લગ્ન કર્યા બાદ કિશોર કુમારે પોતાનુ નામ બદલીને કરીમ અબ્દુલ કરી લીધુ હતુ. ફિલ્મ મહેલો કે ખ્વાબ ફિલ્મ મારફતે બન્ને એકબીજાની નજીક આવ્યા હતા. જો કે નવ વર્ષ બાદ મધુબાલાએ કિશોરની સાથે સાથે દુનિયાને છોડી દીધી હતી. કિશોરે વર્ષ ૧૯૭૬માં યોગીતા બાલી સાથે લગ્ન કર્યા હતા. આ લગ્ન પણ વધારે ચાલી શક્યા ન હતા. યોગીતા બાલીએ વર્ષ ૧૯૭૮માં કિશોર કુમાર સાથે છુટાછેડા લઇને મિથુન સાથે લગ્ન કર્યા હતા. વર્ષ ૧૯૮૦માં કિશોર કુમારે ચોથા લગ્ન કર્યા હતા. લીના ચન્દ્રાવરકર સાથે છેલ્લા લગ્ન કર્યા હતા. તેમના બે પુત્ર છે. કિશોર કુમારે કેરિયરની શરૂઆત અભિનેતા તરીકે વર્ષ ૧૯૪૬માં કરી હતી.
(સંપૂર્ણ સમાચાર સેવા)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY