ભારત ખેડૂતોને જરૂરથી વધુ સબસિડી આપતું હોવાનો યુએસનો આરોપ

0
54

ન્યુ દિલ્હી,તા.૧૫
ફૂડ સબસિડીના મુદ્દે અમેરિકાએ ભારત પર ફરી એકવાર આરોપ લગાવ્યો છે. અમેરિકાએ જણાવ્યું કે ભારત જરૂર કરતા વધુ ખાદ્ય સબસિડી આપી રહ્યું છે જે વિશ્વ વ્યાપાર નીતિને બરબાદ કરી નાખશે. અમેરિકાએ કહ્યું કે તે અન્ય દેશોને ભારતની ફૂડ સબસિડીનો વિરોધ કરવા માટે જણાવશે. ભારત ઘઉં અને ચોખાનું ઉત્પાદન કરનારા ખેડૂતોને મોટા પ્રમાણમાં સબસિડી આપી રહ્યો છે. જેથી આ પાકના ઉત્પાદનમાં લાગેલા અન્ય દેશોએ ચિંતા કરવાની જરૂર છે. આ મામલે અમેરિકાએ મે ૨૦૧૮માં વિશ્વ વ્યાપાર સંગઠનમાં ભારતના સબસિડી આપવા પર વિરોધ વ્યક્ત કર્યો હતો. તે સમયે ભારત તરફથી અમેરિકાના વિરોધને પડકાર આપવાની વાત કરવામાં આવી હતી.
ઉ્‌ર્ંના હાલના નિયમ પ્રમાણે વિકાસશીલ દેશો પોતાના કુલ કૃષિ ઉત્પાદનના ૧૦ ટકા સુધી જ ખાદ્ય સબસિડી તરીકે ઉપલબ્ધ કરાવી શકે છે. સૂત્રોના જણાવ્યાં મુજબ ભારત આ શરત સાથે સહમત થઈ સબસિડી ઘટાડી શકે છે જેથી દંડ ચૂકવવામાંથી બચી શકે. તેનાથી સરકારને એમએસપી પર ખાદ્યાન્નની ખરીદની મંજૂરી મળશે તે તેને જાહેર વિતરણ વ્યવ્સ્થા દ્વારા ડિસ્કાઉન્ટ ભાવે વેંચી શકશે. આ જાગવાઇ તમામ ખાદ્યાન્નો પર લાગુ પડશે.
બીજી તરફ અમેરિકા અને યુરોપીય સંઘે એવી વ્યવસ્થા બનાવી છે કે તે વિકાસશીલ દેશોમાં ખેડૂતોને અપાતી સબસિડીને ઓછી અથવા તો ખતમ કરાવી દે. જેથી તેમના ઉત્પાદનો દુનિયાના તમામ દેશોના બજારોમાં પહોંચાડી શકે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY