ન્યુ દિલ્હી,તા.૧૫
જા તમે દીવાળી પર નવો મોબાઈલ ફોન ખરીદવાનો વિચાર કરી રહ્યા છો તો થોડો વહેલા ખરીદી લો. કારણ કે આવતા મહીનાથી મોબાઈલ ફોન ઓછામા ઓછા ૧૦ ટકા સુધી મોંઘા થવા જઈ રહ્યા છે. ઓછા ભાવના સ્માર્ટ ફોન અને ફીચર ફોનના ભાવ ૧૨ ટકા સુધી વધી શકે છે. મોબાઈલ ફોન કંપનીઓ ઓક્ટોબરથી મોબાઈલ ફોનની કીંમત વધારવા જઈ રહી છે. ડોલરના મુકાબલે રુપીયાના મૂલ્યમાં જે ઘટાડો થયો છે તેના કારણે મોબાઈલ નિર્માતા કંપનીઓનો પ્રોડક્શન ખર્ચ સતત વધી રહ્યો છે.
પ્રાપ્ત થતી વિગતો અનુસાર ડોલરના મુકાબલે રુપિયાના મુલ્યમાં જે ઘટાડો થયો છે તેનાથી પ્રોડક્શન ખર્ચમાં વધારો થયો છે. અને એટલા માટે જ આ મહિનાના અંત સુધીમાં અથવા તો આવતા મહિનાની શરુઆતમાં મોબાઈલ ફોનના ભાવમાં વધારો થશે.
ઉલ્લેખનીય છે કે ડોલરના મુકાબલે રુપિયાના મૂલ્યમાં ઘટાડો થયો છે એક મહિના પહેલા ડોલરનું મુલ્ય ૬૫ રુપિયા આસપાસ હતું જે અત્યારે વધીને ૭૨ની પાર થઈ ગયો છે. મોબાઈલ ફોન બનાવવા માટેના કેટલાક પાટ્ર્સ ઈમ્પોર્ટ કરવા પડે છે. અને ડોલરની સરખામણીએ રુપિયાના મુલ્યમાં ઘટાડો થયો છે તેના કારણે ઈમ્પોર્ટ થનારા પાટ્ર્સ માટે કંપનીને વધારે પૈસા ખર્ચ થાય છે. મોબાઈલ કંપનીઓ અનુસાર પ્રોડક્શન ખર્ચ જે વધ્યો છે તેને ગ્રાહકોને જ પાસ ઓન કરવો પડશે આમ છતા અમારો પ્રયત્ન હશે કે ગ્રાહકોને ઓછામાં ઓછો બોજ ઉઠાવવો પડે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



