ન્યુ દિલ્હી,
આધારની કાયદેસરની માન્યતાને લઈને ઉઠતા કેટલાંક સવાલો વચ્ચે કેન્દ્ર સરકાર હવે ડ્રાઇવિંગ લાઇસન્સને પણ આધાર સાથે જાડવાની તૈયારી કરી રહી છે. કાયદામંત્રી રવિશંકર પ્રસાદે દહેરાદૂનમાં જણાવ્યું કે, તેમણે આ બાબતે માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી સાથે પણ વિશેષમાં વાત કરી છે.
રવિશંકર પ્રસાદે જણાવતાં કહ્યુ કે,”ડ્રાઇવિંગ લાઇસન્સને આધારની સાથે જાડવાંથી માર્ગ અકસ્માતમાં ભાગી જનારાને પણ પકડી શકાશે. સાથે સાથે દારૂ પીને વાહન ચલાવનારા લોકો વિરૂદ્ધ કાર્યવાહી પણ કરી શકાશે. તેમણે કÌšં કે, કોઇ પણ વ્યક્તિ ગમે ત્યારે પોતાનું નામ બદલી શકે છે પરંતુ ફિંગરપ્રિન્ટ ક્યારેય બદલી શકતો નથી.”
મહત્વનું છે કે આ પહેલાં પણ સપ્ટેમ્બરમાં કાયદામંત્રીએ કહ્યુ હતું કે, સરકાર ડ્રાઇવિંગ લાઇસન્સને આધાર સાથે જાડવા અંગે સતત વિચારણા કરી રહી છે. માર્ચમાં સુપ્રીમ કોર્ટે કલ્યાણકારી યોજનાઓ સાથે આધારને લિંક કરવાની સમય મર્યાદા પણ અનિશ્ચિતકાળ સુધી વધારી દેવાનો આદેશ આપ્યો હતો. કોર્ટની સામે આધારની કાયદાકીય માન્યતાને પડકારતી ઘણી બધી અરજીઓ પણ દાખલ કરવામાં આવી છે કે જેની સુનાવણી હજી પણ શરૂ છે.
મોદી સરકારે ૨૦૧૭નાં જૂનમાં નવો નિયમ લાવી કલ્યાણકારી યોજનાઓનો લાભ મેળવવા માટે આધારને ફરજીયાત કર્યું હતું. બેંક ખાતાઓને આધાર સાથે જાડવા માટે ૩૧ ડિસેમ્બર સુધીની સમય મર્યાદા પણ આપવામાં આવી હતી. ત્યાર બાદ આ તારીખને ૩૧ માર્ચ સુધી વધારવામાં આવી હતી.
સરકારે એમ પણ કહું હતું કે, આધાર કાર્ડને મોબાઇલ નંબર, બેંક એકાઉન્ટ સહિત અન્ય સરકારી યોજનાઓમાં લિંક કરવું ફરજીયાત છે પરંતુ સામાજિક સુરક્ષા યોજનાઓનો લાભ મેળવવા માટે આધારની ગેરહાજરીમાં અન્ય કોઇ જ ઓળખપત્રનો ઉપયોગ કરી શકાય છે.
(જી.એન.એસ)
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




