ભારતીય ટીમ દબાણમાં હોવાના કારણે અમને ફાયદો થશે : હસન અલી

0
132

મેલબર્ન,તા.૭
પાકિસ્તાનનાં ઝડપી બોલર હસન અલીએ કહ્યું કે, એશિયા કપમાં દબાણ કટ્ટર પ્રતિસ્પર્ધિ ભારત પર હશે. કારણ કે, ગત વર્ષે તેને ચેમ્પિયંસ લીગની ફાઇનલમાં તેમનાથી હારનો સામનો કરવો પડ્યો હતો.
ગત વર્ષે ચેમ્પિયંસ ટ્રોફીની ફાઇનલ બાદ ભારત અને પાકિસ્તાનની ટીમ એક-બીજાની સામસામે હશે. ફાઇનલમાં હસને ત્રણ વિકેટો ઝડપી હતી, જેના કારણે પાકિસ્તાનની ટીમ ૧૮૦ રન સાથે જીતવામાં સફળ રહી હતી.
પાકિસ્તાન એશિયા કપમાં ભારત સાથે બા વાર ભીડશે અને જા બંન્ને ટીમો ફાઇનલમાં પહોંચશે બંન્ને ટીમો ત્રણ વાર ટકરાશે. હસને કહ્યું,”હાલમાં અમે ઉચ્ચ સ્તરે છીએ તે (ભારત) ગત હાર બાદ દબાણમાં હશે.”
હસને વધુમાં કહ્યું,”સંયુક્ત અરબ અમીરાતમાં પરિસ્થિતિઓ અમારા અનુકૂળ હશે, અમને ઘરેલુ સ્થિતિઓનો ફાયદો મળશે કારણ તે અમે અહિંયા લાંબા સમયથી રમી રહ્યા છીએ અને અમે જાણીએ છીએ કે અહિંયાની સ્થિતિનો લાભ કેવી રીતે ઉઠાવી શકાય.”

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY