૩ યુવકોને કીકી ડાન્સ કરવો ભારે પડ્યો, મળ્યું રેલવે પ્લેટફોર્મની સફાઇ કરવાનું ફરમાન

0
32

મુંબઈ,તા.૧૦
મહારાષ્ટ્રના પાલધરની અદાલતે કીકી ડાન્સરોને કીકી ડાન્સનો વિડીયો શેર કરવાનાં ગુનામાં દાખલા રૂપ સજા ફટકારી અને તમામને એક સાચો સંદેશો આપી દીધો કે આવા હાનીકારક સ્ટંટમાં વાહવાહી નહીં સજા જ મળશે. સોશિયલ મીડિયા પર સમય અંતરે કોઇને કોઇ તુંત આવતા જ રહે છે અને વાહવાહી કે ફક્ત થોડી લાઇક મેળવવા પાછળ ઘણા લોકોએ પોતાનાં જીવ પણ ગુમાવવાનો વારો આવે છે. આવી જ એક વાઇરલ ડાન્સ ચેલેન્જ પાલધરનાં ડાન્સરોને ભારે પડી ગઇ જ્યારે ડાન્સરો દ્રારા કીકી ડાન્સ ચેલેન્જ સ્વીકારી અને મહારાષ્ટ્રના એક રેલવે સ્ટેશન પર કીકી ડાન્સ ચેલેન્જ પુરી કરવા ચાલતી ટ્રેનમાં ડાન્સ કરવામાં આવ્યો.
જીવના જાખમે કરેલા ડાન્સથી કીકી ડાન્સ ચેલેન્જતો પૂર્ણ થઇ પણ વીડિયો વાઇરલ થતાની સાથે જ પશ્ચિમ રેલવેનાં અધિકારીઓ દ્રારા આ ડાન્સ કરનારા ૩ યુવકોને પડકી પાડવામાં આવ્યા. જાખમી ડાન્સ કરનાર યુવકોને મહારાષ્ટÙની એક સ્થાનિક કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા ત્યારે અદાલતે પણ વિચીત્ર ડાન્સ ચેલેન્જને સ્વીકારનાર યુવકોને બહુધા અનોખી અને સામાજનાં બીજા લોકોને દાખલા રૂપ સજા ફટકારી.
સજા પણ કેવી, અદાલતે યુવકોને જે રેલવે સ્ટેશન પર આ જાખમી ડાન્સ કર્યો હતો તે મુંબઇના પર સામાન વસઇ રેલવે સ્ટેશનને સાફ કરવાની સજા ફરમાવી અને એ પણ એક કે બે વખત, કે કલાક નહીં પરંતુ ત્રણ દિવસ. જી હા યુવકોને કોર્ટ દ્રારા પૂરે પૂરા ૩ દિવસ માટે વસઇ રેલવે સ્ટેશનને હાથમાં જાડુ પકડી સાફ કરવાની સજા ફટકારી અડકતરી રીતે એલાન પણ કરી દીધુ કે હવે અવા વાહિયાત અને જીવને જાખમી ખેલમાં વાહ વાહી નહીં પણ સજા જ મળશે અને એ પણ આવી અલાયદી. કોર્ટ દ્રારા અનેખો દંડ ફટકારી આવી ચેલેન્જા વિશે લોકોમાં જાગૃતી લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત અખબાર
૧૫ મી ઓગસ્ટ ના રોજ ૧૫ માં વર્ષ માં આપ સૌ ના આશીર્વાદ થી પ્રવેશે છે.🎂

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY