નર્મદા માં પ્રથમ વખત રાજપીપલા ખાતે સુરત ની સંસ્થા દ્વારા સક્ષમ કિશોરી અભિયાન નો પ્રારંભ થશે.

0
141

સુરત, 21/02/2018

10 થી 19 વર્ષની કિશોરીઓ માટે આરોગ્ય શિક્ષણ ,જાતીય રોગો સહીત અનેક જાણકારી તથા મહિલા અધિકાર અને કાયદાઓ માટે અભિયાનનું આયોજન

રાજપીપલા:રાજપીપલા કોલેજ ખાતે સુરતની સફળ યુવા સોશ્યિલ ઓર્ગેનાઇઝેશન સંસ્થા દ્વારા તારીખ 22-2-18 ના રોજ સવારે 11:15 વાગે સક્ષમ કિશોરી અભિયાન નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં 10 થી 19 વર્ષ ની બાળા,કિશોરીઓ માટે દેહ શેષ્ઠવ ,આરોગ્ય શિક્ષણ ,કીશોર અવસ્થા માં ફેરફાર ,સ્ત્રી પ્રજનન તંત્ર,પ્રજનન તંત્ર અને જાતીય રીતે ફેલાતા રોગો સહિતની ઘણી માહિતી આપવામાં આવશે સાથે સિક્લસેલ એનિમિયા મહિલા માટે કલ્યાણકારી યોજના અને મહિલા અધિકાર અને કાયદાઓ માટે આ અભિયાન નું આયોજન કરાયું છે જેમાં તજજ્ઞો સતત ત્રણ દિવસ 200 થી વધુ બેન દીકરીઓ સાથે વાર્તાલાપ કરશે આ કાર્યક્રમ ને સફળ બનવવા રાજપીપલા કોલેજ ના પ્રિન્સિપાલ ર્ડો.શલેન્દ્રસિંહ માંગરોલા ,પ્રોફેસર ભોંયે ( પ્રોગ્રામ કોર્ડીનેટર – એન.એસ.એસ.) તેમજ એચ.ડી.રોહિત દ્વારા સહયોગ  મળ્યો છે .

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY