પહેલી જ લોટરીએ ભારતીયને બનાવી દીધો કરોડપતિ,એક મિલિયન ડાલરની લોટરી લાગી

0
120

દુબઈ,
તા.૨૮/૦૩/૨૦૧૮

દુબઈમાં એક ભારતીય નાગરિક રાતોરાત જ કરોડપતિ બની ગયો છે. દુબઈમાં રહેલા ધનિશ કોઠારંબનને એક મિલિયન ડોલરની લોટરી લાગી હતી. ધનિશ દુબઈમાં એક ઈલેક્ટ્રશિયન તરીકે નોકરી કરે છે. થોડા દિવસ પહેલા રજા પર કેરળ આવતા પહેલા એક લોટરીની ટિકીટ ખરીદી હતી. ઘર પહોંચ્યાના થોડા જ દિવસમાં તેને સમાચાર મળ્યાં હતાં કે તેને એક મિલિયન ડોલરની લોટરી લાગી છે.

દુબઈ ડ્યૂટી ફ્રી (ડીડીએફ) મિલેનિયમ કરોડપતિ તરફથી ગઈ કાલે મંગળવારે કરવામાં આવેલા સરપ્રાઈઝ ડ્રોમાં ધનિશના નામની જાહેરાત કરવામાં આવી હતી.

ધનિશની આ પહેલી જ લોટરી ટિકિટ હતી. લોટરી બાબતે ૨૫ વર્ષિય દાનીશે કહ્યું હતું કે, મેં ક્યારેય સપનામાં પણ નહોતું વિચાર્યું કે, તે એક લોટરી જીતશે અને કરોડપતિ બની જશે. આટલી સુંદર ભેટ માટે હું ભગવાન અને ડ્યૂટી ફ્રી દુબઈનો ખુબ આભાર માનું છું.

ધનિશ ઉપરાંત જાર્ડનના એક નાગરિકને પણ લોટરી લાગી છે. જાર્ડનના ૩૪ વર્ષિય યોનનું નામ પણ ધનિશની સાથે જ જાહેર કરવામાં આવ્યું હતું. યોને પણ આ બાબતને તેના જીવનના સૌથી મોટા સમાચાર ગણાવ્યા હતાં.
ઉલ્લેખનીય છે કે, આ અગાઉ ગત જાન્યુઆરીમાં જ એક ભારતીયએ દુબઈમાં ૧૨ મિલિયન દિરહામની લોટરી જીતી હતી.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY