કોલકાતા,તા.૪
પશ્ચિમ બંગાળમાં સીબીઆઇ અને રાજ્ય સરકાર વચ્ચે ચાલી રહેલું રાજકીય ડ્રામા હવે સમગ્ર દેશમાં પ્રસરી રહ્યું છે. આ મામલે હવે આંધ્ર પ્રદેશના મુખ્ય મંત્રી ચન્દ્રબાબૂ નાયડૂએ જણાવ્યું હતું કે, પીએમ મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહ દેશની સંસ્થાઓને નષ્ટ કરી રહ્યા છે.
તેમણે ટ્વિટર પર લખ્યું હતું કે, આ ચોંકાવનારુ છે અને અમે આની નિંદા કરીએ છીએ. અમે દેશ બંધારણની રક્ષા કરવા માટે પશ્ચિમ બંગાળના મુખ્ય મંત્રીના પડખે ઉભા છીએ. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જ્યારથી વિપક્ષ એક સાથે થઇ રહ્યું છે અને દેશની એકતાને બચાવવા પ્રયાસ કરી રહ્યું છે ત્યારથી મોદીના નેતૃત્વ વાળી ભાજપે બધી જ આશા ગુમાવી દીધી છે. દેશની સંસ્થાઓને રાજકારણ કરવા માટે ઉપયોગમાં લેવી એ નુકસાનકારક સાબિત થઇ શકે છે.
આ સિવાય નેશનલ કોન્ફરન્સના નેતા ફારુક અબ્દુલ્લાએ જણાવ્યું હતું કે, તેમનું(મમતા બેનર્જી) આરોપ યોગ્ય છે. આ દેશ ખરેખર મુશ્કેલીમાં છે અને દેશ સરમુખત્યારશાહી તરફ જઇ રહ્યું છે. તેઓ (કેન્દ્ર સરકાર) દેશના માસ્ટર નથી, દેશની પ્રજા દેશના માસ્ટર છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





