સંતાન પ્રાપ્તિ ન થતા પત્ની ને તરછોડી બીજી પત્ની લાવનાર પતિને 6 મહિનાની કેદ

0
46

બાળકની લાલસામાં ભાન ભૂલેલા પતિદેવને કોર્ટે સજા ફટકારતા અન્ય સંતાન ભૂખ્યા સાસરિયાઓ માટે દાખલારૂપ કિસ્સો

રાજપીપળા :  નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના માંગરોળ ગામમાં સંતાન પ્રાપ્તિની ઘેલછામાં પત્નીને ઘરમાંથી કાઢી મૂકી તેની  સાથે છૂટાછેડા આપ્યા  વગર બીજી પત્ની સાથે લગ્ન કરવાના ગુનામાં અનિલ ગોહિલને રાજપીપલાની એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટે 6 મહિના ની કેદ અને 500 રૂપિયા દંડ ફટકાર્યો  છે.

પ્રાપ્ત માહિતી અનુસાર નાંદોદ તાલુકાના માંગરોળ ગામે રહેતા અનિલ રણછોડ ગોહિલ નું લગ્ન ભરૂચની જ્યોતિબેન સાથે બે વર્ષ પહેલા થયું હતું લગ્ન જીવનમાં સંતાન સુખ પ્રાપ્ત ન થતા અનિલ ગોહિલ તથા તેની માતા રેવા ગોહિલ પરણિતા જ્યોતિને મેણાં ટોણા મારતા હતા અને ત્રાસ ગુજારતા હતા સંતાનની ઘેલછામાં પતિ અને સાસુ દ્વારા પરણિતા જ્યોતિને ઘરમાંથી કાઢી મૂકી એટલે જ્યોતિ તેના પિયરમાં રહેતી હતી હજુ છૂટાછેડા થયા નહતા છતાં અનિલે વડોદરાથી માયા નામની છોકરી સાથે બીજા લગ્ન કરી લીધા જેનાથી એક દીકરાનો જન્મ પણ થયો જેથી પોતાને તરછોડી બીજી પત્ની લાવતા પહેલી પત્ની જ્યોતિએ રાજપિપલા પોલીસ સ્ટેશનમાં પતિ અને સાસુ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે બંને સામે ઇપીકો કલમ 494, તથા 506/2, મુજબની ફરિયાદ નોંધી ગુનો દાખલ કર્યો હતો જે કેશ રાજપીપલાની બીજી એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એસ.એમ.કામદારની કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ પ્રવીણ ડી,લીમ્બચીયા દ્વારા ધારદાર દલીલો કરાતા નામદાર કોર્ટે સરકારી વકીલની દલીલો ગ્રાહ્ય રાખી અનિલ રણછોડ ગોહિલને 6 માસની કેદ અને 500 રૂપિયા દંડ ફટકાર્યો હતો ત્યારે આ દાખલારૂપ કિસ્સા બાદ અન્ય સંતાન ભૂખ્યા સાસરિયાઓમાં ફફડાટ જરૂર ફેલાશે .

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY