પ.બંગાળના ભાજપ પ્રદેશ પ્રમુખનું વિવાદિત નિવેદન
કોલકાત્તા,તા.૨૪
ઘણીવખત નેતાઓ વિવાદ ઉભો કરે એવા આવેદનો આપતા હોય છે અને અમુક નેતાઓ તો આવેદન આપતા જ વિવાદ ઉભો થતો હોય છે. પરતું ક્્યારેક નેતાઓ એવું આવેદન આપે છે કે જે દેશનાં માણસોની કલ્પનાં વિરુદ્ધ હોય. જેમ કે તાજેતરમાં જ પશ્ચિમ બંગાળના બીરભુમ જિલ્લામાં ભાજપ પ્રદેશના પ્રમુખ દિલીપ ઘોષે પોલીસને અપમાનજનક નિવેદન આપ્યું છે.
તેમણે કહ્યું કે, તમે (પોલીસ) વર્દી પહેરવાને લાયક જ નથી, તમે અમારુ અપમાન કરી રહ્યાં છો. અહીં એ સામાન્ય વાત છે કે ઝારખંડમાં લોકો આવે છે અને બોમ્બ બનાવતા હોય છે. શું પોલીસ એમને પકડી શકતી નથી? આ ઘટનાઓમાં સામેલ બધા લોકો TMCમાંથી જ છે.
ભાજપનાં અધ્યક્ષનું આવું વિવાદિત આવેદન દેશ માટે અપમાનજનક સાબિત થઈ શકે છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




