પશ્ચિમ બંગાળ ભાજપના પ્રદેશ અધ્યક્ષનું ચોંકાવનારુ નિવેદન
કોલકાત્તા,તા.૬
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને ટીએમસી ચીફ મમતા બેનર્જીએ શનિવારના રોજ પોતાનો જન્મદિવસ મનાવ્યો. દેશભરમાંથી તેમને શુભકામનાઓ મળી. પરંતુ આ શુભકામનાઓમાં પશ્ચિમ બંગાળના ભાજપાના પ્રદેશ અધ્યક્ષ દિલીપ ઘોષને આપી છે, તેનાથી ભાજપ માટે જ અસહજ સ્થિતિ ઉભી થઇ ગઇ છે. દિલીપ ઘોષે મમતાને જન્મદિવસની શુભેચ્છા પાઠવતા કહ્યું કે મુખ્યમંત્રી મમતા બેનર્જીને દેશના પહેલાં બંગાળી વડાપ્રધાન બનાવાની સારી સંભાવનાઓ છે.
મમતાને જન્મદિવસની શુભકામનાઓ આપતા ઘોષે કહ્યું કે મેં તેમની સારી તંદુરસ્તી અને જિંદગીમાં સફળતાની દુઆ કરું છું. અમારા રાજ્યનું ભવિષ્ય તેમની સફળતા પર નિર્ભર કરે છે.
તેમણે કહ્યું કે જો કોઇ બંગાળીના પીએમ બનવાની સંભાવનાઓ છે તો એક એ જ છે. અમે ઇચ્છીએ છીએ કે તેઓ ફિટ રહે જેથી કરીને તેઓ કામ કરી શકે. તેમના ફિટ રહેવાની જરૂર છે. દિલીપ ઘોષના આ નિવેદનથી બંગાળના રાજકારણમાં ભૂકંપ આવી ગયો છે. તેમણે કહ્યું કે જ્યોતિ બસુની પાસે એક સારી તક હતી વડાપ્રધાન બનવાની, પરંતુ તેમણે આ મોકો ગુમાવી દીધો. તેમની પાર્ટીએ જ તેમને વડાપ્રધાન બનવા ના દીધા.
કાંગ્રેસે તેમના આ નિવેદન પર કટાક્ષ કરતાં કહ્યું કે હવે ભાજપ નેતા પણ માનવા લાગ્યા છે કે નરેન્દ્ર મોદી અગલી બાર વડાપ્રધાન બનશે નહીં. કાંગ્રેસ નેતા અબ્દુલ મન્નાને કહ્યું કે એક ભાજપ પ્રદેશ અધ્યક્ષ દ્વારા આ નિવેદન આપવાનો સંકેત સ્પષ્ટ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અગલી બાર વડાપ્રધાન બનશે નહીં.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




