ટોરેન્ટ પર લીક થઈ ‘ઉરી’, યામી અને વિકીએ આપી ચેતવણી

0
8

મુંબઈ,તા.૧૭
નવા વર્ષની શરૂઆત ધમાકેદાર ફિલ્મ ‘ઉરી ઃ ધ સર્જિકલ સ્ટ્રાઇક’થી થઈ જેના કારણે દરેક ભારતીયોના દિલ દેશભકિતના જાશથી ભરાઈ ગયા. આ ફિલ્મ બોક્સઓફિસ પર જબરદસ્ત કમાણી કરી રહી છે. હવે સમાચાર મળ્યા છે કે આ ફિલ્મ પાઇરસી સાઇટ્‌સ ટોરેન્ટ પર લીક થઈ ગઈ છે. આ ફિલ્મને કોઈ યુઝરે નહીં પણ મેકર્સે રિલીઝ કરી છે પણ આ મામલામાં એક ટિવસ્ટ છે.
મેકર્સે ઘણા પ્રયત્નો કર્યા કે આ ફિલ્મ પાઇરસી વેબસાઇટ ટોરેન્ટથી બચાવી શકાય અને આ જ પ્રયત્નોમાં જ મેકર્સે પોતે જ ફિલ્મને આ સાઇટ પર અપલોડ કરી દીધી. વાસ્તવમાં મેકર્સ પાઇરસી ફિલ્મ દેખનારા લોકોને પાઠ ભણાવવા માંગતા હતા, તેથી ‘ઉરી’ની એક વીડિયો કિલપ ટોરેન્ટ પર અપલોડ કરી દીધી. આ અપલોડ કરવામાં આવેલી ફિલ્મ ‘ઉરી’ લગભગ ૪ય્મ્ મૂવી ફાઇલને તમે ડાઉનલોડ કરશો તો તમને જે જાવા મળશે તે કંઇક અલગ જ હશે.
આ વીડિયોમાં યામી ગૌતમ કહી રહી છે કે, ”સર્જિકલ સ્ટ્રાઇક ૦૪૦૦ ર્રેજિ પર સ્ટાર્ટ થશે અને તેમની આર્મીને ખબર પણ પડશે નહી.” વિકી કૌશલ કહે છે કે, ”ઠીક એજ રીતે અમે તમારી સ્ક્રીનમાં ઘુસીને ગયા અને તમને ખબર પણ ના પડી.” યામી આગળ કહે છે કે, ”તમને શું લાગે છે? જ્યારે અમારી આર્મી તેમની સરઝમી પર જઇને આતંકવાદીઓને મારી શકે છે તો અમે તમારા ટોરેન્ટમાં ના ઘુસી શકીએ?” આ પછી વિકી કહે છે કે, ”પિક્ચર જુઓ, ગર્વથી થિયેટરમાં જઇને.” યામી અને વિકી કહે છે કે, ”ચોરી-છુપીથી ગેરકાયદેસર રીતે ડાઉનલોડ કરીને નહી, આ નવું હિંદુસ્તાન છે. ઘરમાં જઇને મારશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY