સીબીઆઇ સામેની પૂછપરછ માટે પો.કમિશ્નર રાજીવ કુમાર ટ્યૂશન લઇ રહ્યા છે..!!

0
10

કોલકાત્તા,તા.૭
કોલકાતાના પોલીસ કમિશનર રાજીવ કુમારને કોલકાતા પોલીસના નિષ્ણાતો સીબીઆઇની પૂછપરછ માટે તૈયાર કરી રહ્યા છે.
નિરીક્ષકો માને છે કે રાજીવ કુમારને એક પ્રકારનું ટ્યુશન અપાઇ રહ્યું છે કે સંવેદનશીલ સવાલો શી રીતે ટાળવા.
પશ્ચિમ બંગાળમાં થયેલા ૩૦,-૦૦૦ કરોડના શારદા ચીટ ફંડ કૌભાંડના કેટલાક પુરાવા સમાન દસ્તાવેજા રાજીવ કુમાર પાસે છે અને એ મુદ્દે ગયા વીક એન્ડમાં સીબીઆઇ રાજીવ કુમારના નિવાસસ્થાને એમને મળવા પહોંચી એ મુદ્દે ભારે હોબાળો થયો હતો. રાજ્યના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ કેન્દ્ર સરકારની કહેવાતી જાહુકમી સામે ધરણાં આદર્યા હતા.
સીબીઆઇએ સુપ્રીમ કોર્ટમાં ધા નાખતાં સુપ્રીમ કોર્ટે રાજીવ કુમારને સીબીઆઇ સમક્ષ હાજર થવાનો આદેશ આપ્યો હતો અને સીબીઆઇને એવી સૂચના આપી હતી કે રાજીવ કુમારની ધરપકડ કરવી નહીં.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY