મોદી અંતરીક્ષમાં સફળતાનો જશ લેવાનું બંધ કરેઃ ટીએમસી

0
9

ચૂંટણી ટાણે આવી વાતો કરવાથી ભાજપના પરિણામમાં કોઈ ફરક નહીં પડેઃ હકિમ
કોલકાત્તા,તા.૨૭
તૃણમૂલે વડાપ્રધાનની ટીકા કરી છે. તૃણમૂલે જણાવ્યું કે, અંતરીક્ષમાં સફળતાનો જશ પીએમ મોદીએ ના લેવો જાઈએ. તૃણમૂલે જણાવ્યું કે આનાથી ભાજપના ચૂંટણી પરિણામ પર કોઈ ફરક પડશે નહીં. ટીએમસીના નેતા અને પશ્ચિમ બંગાળના મંત્રી ફરિહાદ હકિમે જણાવ્યું કે, ‘વડાપ્રધાને અન્ય લોકોની મહેનતથી હાંસલ થયેલી સિદ્ધિનો જશ લેવાનું બંધ કરવું જાઈએ. ઉપગ્રહને તોડી પાડવાનો શ્રેય આપણા વૈજ્ઞાનિકોને જાય છે. વિતેલા પાંચ વર્ષમાં મોદી સરકારે દેશના લોકોને રાહત આપવામાં નિષ્ફળ નિવડી છે.’
હકિમે વધુમાં જણાવ્યું કે, ‘ચૂંટણી અગાઉ વડાપ્રધાન મોદી અને ભાજપે આ પ્રકારે લોકોને મૂરખ બનાવવાનું બંધ કરવું જોઈએ. આનાથી ભાજપના ચૂંટણી પરિણામ પર કોઈ ફરક નહીં પડે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY