સસ્પેન્ડ થયેલ ટીએમસી ધારાસભ્ય શુભ્રાંશુ રાય ભાજપમાં જોડાય તેવી અટકળો

0
23

કોલકાત્તા,તા.૨૫
લોકસભાની ચૂંટણીના પરિણામ બાદ પશ્વિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીને મોટો ઝાટકો લાગ્યો છે. ટીએમસીના ધારાસભ્ય શુભ્રાંશુ રોય ભાજપમાં જાડાવાની તૈયારી કરી રહ્યાં છે. શુક્રવારે મમતા બેનર્જીએ શુભ્રાંશુ રોયને પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યા હતા. ત્યાર બાદ તેઓ ભાજપમાં જાડાવવાની તૈયારી કરી રહ્યા છે.
તેઓના જણાવ્યા મુજબ ટીએમસીમાં હંમેશા તેમની સાથે અન્યાય કરવામાં આવ્યો હતો આ કારણે તેઓએ ભાજપમાં જોડાવવાનો નિર્ણય કર્યો છે. આ પહેલા ટીએમસીએ રોયને પાર્ટી વિરોધી ગતિવિધિ માટે છ વર્ષ સુધી સસ્પેન્ડ કર્યા હતા. તેઓ ભાજપના નેતા મુકુલ રોયના પુત્ર છે. તેમણે શુક્રવારે જણાવ્યું હતુ કે, ટીએમસીમાં અનેક નેતાઓ મમતા બેનર્જીના નેતૃત્વથી કંટાળી ગયા છે. જેથી તેઓ પણ તેઓ રાજીનામું આપવાની તૈયારી કરી રહ્યાં છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY