યુવકો પાસે જબરજસ્તી જય શ્રી રામના નારા પણ બોલાવડાવ્યા
સિવની,તા.૨૫
મધ્યપ્રદેશના સિવની જિલ્લામાં પોતાની જાતને ગૌરક્ષકો કહેતા કેટલાક લોકોએ ૩ મુસ્લિમ યુવાનોને ગૌમાંસ લઈ જવાની અફવામાં બેરહેમીથી માર્યા. આ ઘટનાનો વિડીયો વાયરલ બની રહ્યો છે, જેમાં બે યુવાનો સહિત એક મહિલાએ બાંધીને મારવામાં આવી રહ્યાં છે. પીડિતોએ જણાવ્યું કે, મારનાર યુવાનો તેમની પાસે જબરજસ્તી ‘જય શ્રી રામ’ના નારા પણ બોલાવડાવ્યા, જે વિડીયોમાં પણ દેખાઇ રહ્યું છે.
પોતાની જાતને ગૌરક્ષકો કહેતા આ યુવાનોનો કેટલાક લોકો સાથે વિવાદ થયો હતો. તેમનું કહેવું હતું કે, રિક્ષામાં યાત્રા કરી રહેલ બે મુસ્લિમ યુવાનો અને એક મહિલા ગૌમાંસ લઈને જઈ રહ્યા હતા. પોલીસે આ અંગે કેસ નોંધી તપાસ શરૂ કરી દીધી છે અને એક વ્યક્તિની ધરપકડ પણ કરી લીધી છે, બીજા આરોપીઓની શોધ ચાલી રહી છે.
વિડીયોમાં સ્પષ્ટ દેખાઇ મુસ્લિમ છે કે, બે યુવાનો એક યુવાનને લાકડીઓથી મારી રહ્યા છે, યુવાન રડી રહ્યો છે દયાની ભીખ માંગી રહ્યો છે. પહેલાં ઝાડ સાથે બાંધીને માર્યો ત્યારબાદ જમીન પર પાડીને માર્યો. બીજા યુવાન સાથે પણ આમજ કર્યું. આ લોકોને મહિલાને પણ ન બક્ષી, તેને પણ ચપ્પલ માર્યાં અને જબરજસ્તી જય શ્રી રામના નારા લગાવડાવ્યા.
આ ઘટના ૨૨ મેની છે, પરંતુ વિડીયો ૨૪ મેએ વાયરલ થયો ત્યારબાદ પોલીસે કાર્યવાહી કરી. શુભમ બઘેલ, યોગેશ ઉઈકે, દીપેશ નામદેવ, રોહિત યાદવ અને શ્યામ ડેહરિયાની મારપીટના ગુના અંતર્ગત ધરપકડ કરવામાં આવી છે. આ બધા વિરૂદ્ધ આઈપીસી ધારા ૧૪૩, ૧૪૮, ૧૪૯, ૩૪૧, ૨૯૪, ૩૨૩ અને ૫૦૬ અંતર્ગત કેસ દાખલ કરવામાં આવ્યો છે. સાથે-સાથે આર્મ એક્ટ અંતર્ગત ધારાઓ પણ લગાવવામાં આવી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



