મમતા બેનર્જી સરકારને ઝટકો, ભાજપની રથ યાત્રાને કલકત્તા હાઈકોર્ટની મંજૂરી

0
4

આ રથયાત્રા ૨૪ જિલ્લામાંથી પસાર થશે
કોલકાત્તા,તા.૨૦
કલકત્તા હાઈકોર્ટે ભાજપની રથ યાત્રાને મંજૂરી આપી દીધી છે. છેલ્લા ત્રણ દિવસથી આ મામલે સુનાવણી ચાલી રહી હતી. હાઈકોર્ટે કહ્યું કે ભાજપને રથ યાત્રા વિશે સરકારને તમામ જાણકારી આપવી પડશે. ઉલ્લેખનીય છે કે, ભાજપને થોડા દિવસો પહેલા રથ યાત્રાની મંજૂરી નહોતી મળી. મમતા બેનર્જી સરકારની દલીલ હતી કે રથ યાત્રાથી સાંપ્રદાયિક તણાવ ફેલાઈ શકે છે.
સુનાવણી દરમિયાન રાજ્ય પોલીસ તરફથી રજૂઆત કરી રહેલા વકીલ આનંદ ગ્રોવેરે દલીલ કરી હતી કે ભાજપની રથ યાત્રાની વ્યાપક્તાને લઈને ભારે સંખ્યામાં સુરક્ષાકર્મીઓને જરૂર પડશે. તેઓએ કહ્યું કે જો ભાજપ કેટલાક જિલ્લાઓમાં સભાઓ કરાવવા માંગે છે તો તેની મંજૂરી આપી શકાય છે પરંતુ આટલા વ્યાપક સ્તરની રેલીઓને મંજૂરી ન આપી શકાય.
આ પહેલાં ૬ ડિસેમ્બરે કોર્ટની એક સભ્યની બેન્ચે ભાજપને રથ યાત્રાની મંજૂરી આપવાનો ઇન્કાર કરી દીધો હતો. ભાજપ પ્રમુખ અમિત શા ૭ ડિસેમ્બરે ઉત્તર બંગાળ સ્થિત કૂચ બિહારમાં લીલી ઝંડી બતાવજી તેનો શુભારંભ કરવાના હતા.
ત્યારબાદ ૭ ડિસેમ્બરે ખંડપીઠે રાજ્યના મુખ્ય સચિવ, ગૃહ સચિવ અને પોલીસ મહાનિદેશકને ભાજપના ત્રણ પ્રતિનિધિઓની સાથે બેઠક કરવા અને ૧૪ ડિસેમ્બર સુધી યાત્રા પર નિર્ણય કરવા કહ્યું હતું. રાજ્ય સરકારે ત્રણ સભ્યોની ટીમની સાથે ચર્ચા કર્યા બાદ રથ યાત્રાની મંજૂરી આપવાનો ૧૫ ડિસેમ્બરે ઇન્કાર કરતા એવો આધાર દર્શાવ્યો હતો કે તેનાથી સાંપ્રદાયિક તણાવ વધી શકે છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY