ઉત્તર પ્રદેશમાં રખડતી ગાયોની સંભાળવાનો ‘બોજા’ દારૂડિયાઓ પર!

0
10

વિદેશી દારૂ પર વિશેષ વેરો નાંખવાનો નિર્ણય કેબિનેટમાં લેવામાં આવ્યો હતો
લખનૌ,તા.૧૯
ઉત્તર પ્રદેશની યોગી સરકારે રખડતી ગાયોની સારસંભાળ માટે જે ખર્ચ થાય છે તે માટે પૈસા ઉભા કરવા માટે વિદેશી દારૂનાં વેચારણ વિશેષ વેરા નાંખ્યો છે. યોગી સરકાર જ્યારથી સત્તા પર આવી છે ત્યારથી ગાયોને વિશેષ મહત્વ આપવામાં આવી રહ્યું છે અને રખડતી ગાયો માટે પણ વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે.
વિદેશી દારૂ પર વિશેષ વેરો નાંખવાનો નિર્ણય કેબિનેટમાં લેવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજસ્થાનની કોંગ્રેસ સરકારે પણ ગાયોનાં રક્ષણ માટે ફંડ ઉભુ કરવા માટે વિદેશી દારૂ પર ૨૦ ટકા વિશેષ વેરો નાંખ્યો હતો.
ઉત્તર પ્રદેશનાં પ્રવક્તા અને ઉર્જા મંત્રી શ્રીકાંત શર્માએ જણાવ્યું કે, સરકાર દારૂ પર વેરો નાંખીને વધારાની ૧૫૦ કરોડની આવક મેળવશે. બિયરની દરેક દરેક બોટલ પર ૨ રૂપિયા વધારાનાં લેવામાં આવશે. બારમાં જા આ બોટલ પીવામાં આવશે તો વધારાનાં દસ રૂપિયા વસૂલવામાં આવશે.
આ અગાઉ, ૩ જાન્યુઆરીનાં રોજ સરકારે રખડતી ગાયોનો પ્રશ્ન હલ કરવા માટે ગૌશાળાઓ ચાલુ કરવાનો નિર્ણય લીધો હતો. આ પહેલા, ગાયોનું કલ્યાણ થાય તે માટે ઉત્તર પ્રદેશ સરકાર નાગરિકો પાસેથી ૨ ટકા ગાય વેરો લેશે. સરકારની કેબિનેટે આ વેરો લેવા માટેની મંજૂરી આપી દીધી હતો .
સરકારનો ઉદ્દેશ્ય એવો છે કે, આ વેરામાંથી દરેક જિલ્લામાં, ગ્રામ પંચાયતોમાં અને મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં ગૌશાળા બનાવવામાં આવશે. મનરેગા હેઠળ રૂપિયા ૧૦૦ કરોડ સરકારે ફાળવ્યા છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY