ડોલરની તુલનામાં રૂપિયો હજુ સુધીના તેના સૌથી નીચલા સ્તર પર પહોંચી ગયો છે. ડોલરની સામે રૂપિયો હવે ઘટીને ૭૧થી પણ નીચી પહોંચી ગયો છે. આયોતકારો અને બેંકો તરફથી માંગ અવિરત પણે જાવા મળી રહી છે. ઓગષ્ટ મહિનામાં ત્રણ ટકા સુધી ડોલરની સામે રૂપિયો ઘટી ગયો છે. જા રૂપિયાની ચાલ આવી જ રહેશે તો ખતરાની ઘંટી છે. આના અવમુલ્યનને રોકવા માટે તરત જ પગલા લેવાની જરૂર દેખાઇ રહી છે.
ડોલરની સામે રૂપિયો સૌથી નીચે સ્તર પર પહોંચી જવાની બાબત ભારતીય અર્થતંત્ર માટે યોગ્ય કહી શકાય નહી. મોંઘવારીને લઇને પરેશાન સામાન્ય પ્રજા પર વધારે ચિંતા દેખાઇ રહી છે. પહેલાથી જ મોંઘવારીથી પરેશાન સામાન્ય લોકો માટે ડોલરની સામે રૂપિયો નબળો પડ્યા બાજ વધારે હાલત કફોડી બની શકે છે. છેલ્લા ચાર વર્ષના ગાળામાં ડોલરની સામે રૂપિયો છ રૂપિયા ઘટી ગયો છે. રૂપિયો કમજાર થતા સામાન્ય લોકો માટે પિડાજનક બની શકે છે. સ્વાભાવિક છે કે અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલા ટ્રેડ વોરના કારણે આ સ્થતી સર્જાઇ છે. જા કે સામાન્ય લોકોને આ વાતમાં વધારે રસ નથી. ક્રુડ ઓઇલની કિંમતમાં ફરી એકવાર જારદાર ઉછાળો આવતા તેની પણ અસર જાવા મળી રહી છે. વૈશ્વિક ઉથલપાથલના કારણે સામાન્ય રીતે તો દુનિયાના તમામ ચલણમાં નબળાઇ જાવા મળી રહી છે. જા કે આની સૌથી વધારે અસર અમારા ખાતામાં જ દેખાઇ છે. રૂપિયો છેલ્લા એક વર્ષના ગાળામાં આશરે ૧૧ ટકા ઘટી ગયો છે. અમારી પાસે હાલમાં માત્ર ૪૧૦ અબજ ડોલરની વિદેશી હુંડિયામણ ભંડોળ છે. સાથે સાથે અમારી ક્રેડિટ રેટિંગ પણ સ્થર છે. પરંતુ આજે દુનિયા દે સ્થતીમાંથી પસાર થઇ રહી છે તે જાતા પરેશાની વધી જવાની શક્યતા દેખાઇ રહી છે. જા સ્થતી આવી જ રહેશે તો સામાન્ય રીતે દરરોજ ઉપયોગમાં આવતી ચીજ વસ્તુઓની કિંમતમાં તીવ્ર વધારો થઇ શકે છે.
આ ખતરાની ઘંટી સમાન છે. અમારા માટે મોટો પ્રશ્ન એ છે કે આનો સામનો કઇ રીતે કરવામાં આવે. બીજી બાજુ મોદી સરકાર માટે પણ સમસ્યા ઓછી નથી. કારણ કે છેલ્લી લોકસભા ચૂંટણી દરમિયાન નરેન્દ્ર મોદીએ પ્રચાર દરમિયાન ડોલરની સામે રૂપિયાના ઘટતા સ્તરને લઇને આકરા પ્રહારો યુપીએ સરકાર પર કર્યા હતા. હવે તેમની સામે પણ આવી જ સ્થતી સર્જાઇ ગઇ છે. મોદી કહેતા હતા કે જ્યારે દેશ સ્વતંત્ર થયુત્યારે એક ડોલર એક રૂપિયાના બરોબર હતો. જા કે કોંગ્રેસની ખોટી નિતીઓના કારણે ડોલરની સામે રૂપિયો સતત નબળો થતો રહ્યો છે. ભાજપને શાસનમાં આવ્યાને ચાર વર્ષ થઇ ગયા છે ત્યારે પ્રજા જાણવા માંગે છે કે આખરે હવે રૂપિયો મજબુત કેમ થઇ રહ્યો નથી. આ વર્ષે હજુ સુધી વિદેશી મુડીરોકાણકારો ભારતીય મુડી માર્કેટમાંથી જંગી નાણાં પાછા ખેંચી ચુક્યા છે.
વૈશ્વિક વેપાર જંગના કારણે માઠી અસર થઇ રહી છે. નિકાસને વધારી દેવા માટે ભારતને આગામી દિવસોમાં વધારે નક્કર નિતી બનાવી દેવાની જરૂર છે. વૈશ્વિક વેપારને લઇને ખેંચતાણ વચ્ચે યુરોપિયન યુનિયનો અને ચીન નવી નિતી પર કામ કરી રહ્યા છે ત્યારે ભારતને પણ અસરકારક નિતી પર કામ કરવાની જરૂર દેખાઇ રહી છે. નોટબંધી અને જીએસટીના કારણે દેશની અર્થવ્યવસ્થા પહેલાથી જ કમજાર અને મંદીના દોરમાંથી બહાર નિકળી ચુકી છે. આવી સ્થતીમાં નક્કર પગલા રૂપિયાને મજબુત કરવા માટે લેવાની જરૂર છે. ડોલરની સામે રૂપિયો ઘટી જવા માટે અન્ય બહારના કારણો પણ છે. મોદી સરકારના લોકો કહી રહ્યા છે કે સ્થતી કાબુમાં આવી જશે પરંતુ આ બાબત સરળ દેખાઇ રહી નથી. કારણ કે આ વખતે જે સ્થતી છે તેને સુધારી લેવા માટે સતત સારા પગલા લેવાની જરૂર છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



