કોલકાત્તા,તા.૨૫
પશ્વિમ બંગાળનાં વરિષ્ઠ આઈપીએસ ગૌરવ દત્તનાં કથિત સુસાઈડ નોટમાં મુખ્યમંત્રી મમતા બેનર્જીનું નામ આવવાથી રાજનીતિ ગરમાઈ છે. મમતા પર આરોપ છે કે તેમને અધિકારીઓને સુસાઈડ કરવા માટે ઉકસાવ્યા છે. આ મામલે ભાજપનાં નેતા મુકુલ રોય અને અધિકારીનાં પત્નીએ સુપ્રીમ કોર્ટનો દરવાજા ખખડાવ્યો છે.IPSની સુસાઈડ નોટ સોશયલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે.
૧૯૮૬ બેંચનાં આઈપીએસ ગૌરવે કથિત રીતે ૧૯ ફેબ્રુઆરીનાં રોજ આત્મહત્યા કરી હતી. તેમને સુસાઈડ નોટમાં મુખ્યમંત્રી પર કંપલ્સરી વેઈટિંગ પર રાખીને તેમને ઉકસાવવાનો આરોપ લગાવ્યો છે. ગત વર્ષે ૩૧ ડિસેમ્બરેના રોજ રિટાયરમેન્ટ બાદ તેમને ડ્યૂઝ પણ આપવામા આવ્યુ ન હતુ.
ભાજપ નેતા રોયે મામલાની તપાસ સીબીઆઈ પાસે કરાવવાની અને મુખ્યમંત્રીની ધરપકડ અંગેની માગ કરી છે. સાથે જ આઈપીએસ એસોસિયેશન પાસે ગૌરવની આત્મહત્યાના કેસમાં હસ્તક્ષેપ કરવાની અપીલ કરી છે.
મુકુલે કહ્યું કે, પશ્વિમ બંગાળનાં ઈતિહાસમાં આવું પહેલી વખત બન્યુ છે, જ્યારે કોઈ વરિષ્ઠ આઈપીએસ અધિકારીએ આત્મહત્યા કરવી પડી અને જેનો આરોપ કોઈ સરકાર કે પાર્ટીનાં નેતાઓ પર લાગી રહ્યો છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




