ભણશાલીની ‘બેજુ બાવરા’માં સલમાન અને શાહરૂખ એકસાથે ચમકશે

0
7

મુંબઈ,તા.૧૪
સલમાન ખાન અને શાહરૂખ ખાનને મોટા પડદે જાવા માટે તેમના ફેન્સ ઉત્સુકતા સાથે રાહ જાઇ રહ્યાં છે. ઘણા સમયથી બન્ને સાથે ફિલ્મ કરશે તેવી વાતો ચર્ચાઇ રહી છે. આવામાં ટૂંક સમયમાં જ સંજય લીલા ભણશાલીની ફિલ્મ માટે તેઓ હાથ મિલાવી શકે છે. જાકે, કહેવાય છે કે, ભણશાલી પહેલાં સલમાન ખાન સાથે એક ફિલ્મ ટૂંક સમયમાં જ શરૂ કરશે.
સંજય લીલા ભણશાલી આજકાલ એક નહીં પરંતુ ત્રણ-ત્રણ પ્રોજેક્ટ્‌સ પર કામ કરી રહ્યાં છે. પહેલી ફિલ્મ તે સલમાન ખાન સાથે કરશે. ત્યાં જ, તેઓ ‘ગંગુબાઇ’ નામની એક બીજી ફિલ્મ કરી રહ્યાં છે. જેમાં કહેવાય છે કે, તે પ્રિયંકા ચોપરાને કાસ્ટ કરી શકે છે. ઉપરાંત તેઓ વર્ષ ૧૯૫૨માં રીલિઝ થયેલી મીના કુમારીની ક્લાસિક ફિલ્મ ‘બેજુ બાવરા’ની રિમેક માટે ત્રણ ટાઇટલ રજિસ્ટર કરાવી ચૂક્યા છે. બોલિવૂડ હંગામાની એક રિપોર્ટ પ્રમાણે, ભણશાલીએ આ ફિલ્મ માટે બેજનાથ, બેજુ અને બેજુ તાનસેન ટાઇટલ રજિસ્ટર કરાવ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે, આ ફિલ્મમાં ભણશાલી, સલમાન અને શાહરૂખને એક સાથે કાસ્ટ કરશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY