ભાજપ ભારત માટે સૌથી મોટો ૪૪૦ વાલટ જેવો ખતરો : મમતા બેનર્જી

0
5

કોલકાત્તા,તા.૨૮
ભાજપ ભારત માટે સૌથી મોટો ૪૪૦ વાલટ જેવો ખતરો જણાવતા પશ્રિ્‌ચમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ લોકોને ભાજપને સત્તા પર આવતા રોકવાની વાત કહી હતી. મમતાએ પોતાની ચૂંટણીસભામાં લોકોને જણાવ્યું હતું કે હું તમને આશ્ર્વાસન આપું છું કે જો ટીએમસી સત્તા પર આવશે તો દેશને કશું નુકસાન નહીં થાય.
જા બીજી વખત સત્તા પર આવશે તો ભાજપ અને નરેન્દ્ર મોદી બંને દેશને નુકસાન પહોંચાડશે. ભાજપ ભારત માટે સૌથી મોટો ૪૪૦ વાલટ જેવો ખતરો છે. આ ચૂંટણી ભાજપને હટાવવા માટે જ થઇ રહી છે.
જા ભાજપ સરકાર નાટબંધી કરી શકે છે, તો તમે પણ મતબંધી કરી શકો છો. લોકોને રાજ્યની બધી જ લોકસભાની રાજ્યની ૪૨ બેઠક પર ટીએમસીના ઉમેદવારોને જીતાડીને કેન્દ્રમાં સમાન વિચારાધારા ધરાવતા ધર્મનિરપેક્ષ પક્ષો સાથે મળીને સરકાર રચવામાં મદદ કરવાની હાકલ મમતાએ પોતાની વિવિધ સભાઓમાં લોકોને કરી હતી.
ટીએમસી એવો દાવો કરે છે કે સામાન્ય ચૂંટણી પત્યા બાદ એ કેન્દ્રમાં સરકાર રચવામાં મહત્વનો ભાગ ભજવશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY