કેલિફોર્નિયા,તા.૨૮
અમેરિકાના કેલિફોર્નિયામાં યહૂદી ધાર્મિક સ્થળમાં થયેલા ફાયરિંગમાં એક મહિલાનું મોત નીપજ્યું છે. આ સિવાય ત્રણ અન્ય લોકો ઘાયલ થયા હોવાના પણ એહવાલ પ્રાપ્ત થયા છે.
પોલીસે યહૂદી ધાર્મિક સ્થળ પર હુમલો કરનાર હુમલાખોરની ધરપકડ કરી લીધી છે. કેલિફોર્નિયાના પોલીસ અધિકારી વિલિયમ ગોરે જણાવ્યું હતું કે, હુમલાખોરની ઓળખ જાન અર્નેસ્ટ તરીકે થઇ છે. જેની વય ૧૯ વર્ષ છે. ત્યાંજ અમેરિકાના રાષ્ટ્રપતિ સહિત અનેક નેતાઓએ આ હુમલાની નિંદા કરી હતી.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે, હું કેલિફોર્નિયના યહૂદી ધાર્મિક સ્થળ પર થયેલા ફાયરિંગથી પ્રભાવિત લોકો માટે પ્રાર્થના કરું છું. ભગવાન તમારા બધાનું ભલું કરે. સંદિગ્ધની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે અદ્ભૂત કામ કર્યું છે.
પ્રાપ્ત માહિતી મુજબ શનિવારે પ્રાર્થના ઘરમાં એક કાર્યક્રમ ચાલી રહ્યું હતું. ત્યારે હુમલાખોરે પ્રાર્થના ઘરમાં ઘૂસીને ફાયરિંગ કર્યું હતું. જેને પગલે એક વૃદ્ધ મહિલાનું મોત નીપજ્યું છે જ્યારે અન્ય એક યુવતી અને બે પુરુષ ઘાયલ થયા છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




