કોલકાતા,તા.૨૧
રમતની દુનિયામાં ઘણીવાર એવી ઘટનાઓ બનતી હોય છે જે ચર્ચાનું મુખ્ય કેન્દ્ર બની જાય છે. એવામાં હાકીની રમતને લઇને આવો જ કંઇક બનાવ સામે આવ્યો છે કે જે હાલ ચર્ચાનો વિષય બની ગયો છે. સોશ્યલ મીડિયા પર એક ફોટો વાયરલ થયો છે જેમાં એક હાકી ટીમના ખેલાડીઓ મુંડન કરાવેલા નજરે ચડે છે.
આ ફોટામાં નજરે ચડી રહેલા ખેલાડીઓ બંગાળની હાકી અંડર-૧૯ ટીમના ખેલાડીઓ છે. જબલપુરમાં રમાયેલી હાકી અંડર-૧૯ મેચમાં જૂનિયર રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ મેચમાં નામધારી એકાદશની ટીમ સામે ૧-૫ હારનો સામનો કરવો પડ્યો હતો. મેચ દરમિયાન ટીમના કોચ આનંદ કુમારે કથિત રૂપથી ખેલાડીઓને હાફટાઇમ દરમિયાન જા ટીમ હારશે તો મુંડન કરવાવું પડશે તેવી ધમકી આપી હતી. જ્યારે કેટલાક ખેલાડીનું કહેવું છે કે કોલકાતા પરત ફરતી વખતે નિરાશાજનક પ્રદર્શનને કારણે સ્વેચ્છિક રીતે મુંડન કરવાવ્યું તો કેટલાકનું કહેવું છે કે જબરદસ્તી કરવવામાં આવ્યું હતું.
આ મામલે બંગાળ હાકી સંધને ઘટનાને લઇને તપાસ કરવાની જાહેરાત કરી છે. આ તપાસ માટે ત્રણ સભ્યની સમિતિની રચના કરવામાં આવશે. જેમાં બીએચએના સચિવ સ્વપ્ન બનર્જીએ જણાવ્યું હતું કે તપાસ માટે બનાવવામાં આવેલી સમિતિ સોમવાપ સાંજથી તપાસના કામમાં લાગી જશે અને જે પણ વ્યકીત જવાબદાર હશે તેને સજા આપવામાં આવશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



