કોલકાત્તા,તા.૫
પશ્વિમ બંગાળમાં મંગળવાર રાતે બાઈક સવાર ત્રણ અજાણ્યા હુમલાખોરોએ તૃણમૂલ કોંગ્રેસના એક કાર્યકર્તાની ગોળી મારીને હત્યા કરી દીધી છે. આ ઘટના રાજધાની કોલકાતાના દમદમ વિસ્તારમાં બની છે. પોલીસના કહ્યાં પ્રમાણે, મૃતક નિર્મલ કુંદુ તૃણમૂલના વોર્ડ અધ્યક્ષ હતા. આ જ દિવસે દમદમ પોસ્ટ ઓફિસથી તૃણમૂલ કાર્યકર્તાઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જય બંગાળ ,જય હિંદ અને વંદે માતરમ્ લખેલા અંદાજે ૧૦ હજાર કાર્ડ મોકલ્યા હતા. ટીએમસીએ હત્યાની ઘટના પાછળ ભાજપને જવાબદાર ગણાવી છે.
આ પહેલા મંગળવાર સાંજે બર્દવાનમાં ભાજપ અને તૃણમૂલ કાર્યકર્તાઓ વચ્ચે અથડામણ થઈ હતી. ઘણા ઘરો અને દુકાનોમાં આગચાંપી કરાઈ હતી. મળતી માહિતી પ્રમાણે ચૂંટણીમાં ભાજપની જીત બાદ બર્દવાનમાં પાર્ટી કાર્યકર્તા મીઠાઈ વહેંચી રહ્યા હતા ત્યારે તૃણમૂલ કાર્યકર્તાઓ સાથે અથડામણ થઈ હતી. ભાજપના નેતાઓનો આરોપ છે કે હિંસા મમતા બેનર્જીના કાર્યકર્તાઓએ કરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



