યૂપીમાં વરસાદનો કહેર ઃ બરેલીમાં માટી નીચે દબાતાં છ લોકોના મોત

0
48

લખનઉ,તા.૩૧
ઉત્તર પ્રદેશમાં વિવિધ ભાગમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન પડેલા વરસાદે હાહાકાર મચાવી દીધો છે. બરેલીમાં ટેલિફોન માટે ઓએફસી બિછાવી રહેલા મજૂરો પર માટી પડી જેની નીચે દબાઈને છ મજૂરો મૃત્યુ પામ્યા છે. આ પહેલા પણ અલગ અલગ વિસ્તારોમાં ૧૦ લોકો મૃત્યુ પામી ચૂક્યા છે, જ્યારે લગભગ ૧૦ ઘાયલ થયા છે.
બરેલીના પીલીભીત બાયપાસ રોડ પર ટેલિફોન લાઈન પર રિપેરિંગનું કામ ચાલી રહ્યું હતું. આ દરમિયાન ભૂસ્ખલન થયું અને ત્યાં આઠ લોકો કાટમાળ નીચે દબાઈ ગયા હતા. છ લોકો મૃત્યુ પામ્યા છે, જ્યારે બાકીની બે વ્યક્તિઓને હોસ્પિટલ ભરતી કરાઈ છે.
લખનૌમાં ગઈ કાલે આખો દિવસ ખૂબ જ વરસાદ વરસ્યો. આ કારણે જિલ્લા અધિકારી કૌશલ રાજ શર્માએ આજે ધો. ૧૨ સુધી તમામ સ્કૂલો બંધ કરવાના આદેશ આપ્યા છે. જેને જોતા બાળકોને થનારી પરેશાનીઓના કારણે આ આદેશ અપાયા છે.
રાહત સચિવ સંજય પ્રસાદે કહ્યું કે ઉત્તર પ્રદેશના વિવિધ ભાગમાં રવિવારથી જ ખૂબ જ વરસાદ વરસી રહ્યો છે. જેમાં ૧૦ લોકો મૃત્યુ પામ્યા છે, જ્યારે અન્ય સાત ઘાયલ થયા છે. હવે બરેલીથી છ લોકોના મૃત્યુના સમાચાર આવ્યા છે. જેના કારણે રાજ્યમાં વરસાદથી મૃત્યુ પામનાર લોકોનો આંકડો વધી ગયો છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે સોમવારે સવારે ૧૧.૩૦ વાગ્યા સુધી મૃતકોની સંખ્યા ૮૦ અને ઘાયલોની સંખ્યા વધીને ૮૪ થઈ ચૂકી છે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY